મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ૧૧ બેઠકો માટે આજે ચૂંટણી : ધારાસભ્યો હોટલમાં કેદ : એનડીએ બેકફૂટ પર


મુંબઈ:મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ૧૧ બેઠકો માટેની ચૂંટણી આવતીકાલ તા.૧૨ જુલાઈના રોજ યોજાશે. આ પહેલા તમામ રાજકીય પક્ષો મતોના વિભાજનને રોકવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે. અહીં ફરી એકવાર હોટલનું રાજકારણ શરૂ થયું છે. બાંદ્રાની હોટેલ ‘તાજ લેન્ડ્‌સ એન્ડ’માં શિવસેનાના ધારાસભ્યો અને મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ધારાસભ્યોને કેટલાક નિર્દેશ આપ્યા છે. સૂત્રોએ માહિતી આપી છે કે, આ બેઠકમાં મુખ્યમંત્રીએ ધારાસભ્યો સાથે મતોની વહેંચણી, ગૂંચવણો અને ગઠબંધનના ધર્મ વિશે ચર્ચા કરી હતી. બીજી તરફ વિધાન પરિષદની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે એનસીપીના તમામ ધારાસભ્યોને અંધેરીની લલિત હોટલમાં રાખવામાં આવ્યા છે.એનસીપી ધારાસભ્યોએ બુધવારે રાત્રે ધ લલિત હોટેલમાં સુનીલ તટકરેના જન્મદિવસની ઉજવણી કરી હતી. તટકરે દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન અંગે માહિતી આપવા માટે લલિતમાં બેઠક યોજાઇ હતી વરસાદમાં ફસાઈ જવાને કારણે ઘણા ધારાસભ્યો મોડા પહોંચ્યા હતા. આજે, કેટલાક ધારાસભ્યો જાેવામાં આવ્યા છે, તેઓ રાત્રે લલિતમાંથી બહાર આવ્યા હતા. જાે આપણે શિવસેનાના યુબીટી ધારાસભ્યોની વાત કરીએ તો આ ધારાસભ્યોને આઈટીસી ગ્રાન્ડ મરાઠા હોટલમાં રાખવામાં આવ્યા છે. આ ધારાસભ્યોમાં અજય ચૌધરી, વૈભવ નાઈક, ઉદયસિંહ રાજપૂત, રાજન સાલ્વી, પ્રકાશ ફરતફેકર, રાહુલ પાટીલ, સુનીલ પ્રભુ, સુનીલ રાઉત, સંજય પોટનીસ, આદિત્ય ઠાકરે, રમેશ કોરગાંવકર, ભાસ્કર જાધવ હોટલમાં રોકાયા છે. કૈલાશ પાટીલ, નીતિન દેશમુખ, રૂતુજા લટકે, શંકરરાવ ગડાખ હોટલ પહોંચવાના છે. જણાવી દઈએ કે, તાજ પ્રેસિડેન્સી હોટલમાં બીજેપી ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠક સવારે ૧૦ વાગ્યે થઇ હતી આ બેઠકમાં ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આ પહેલા સમાચાર આવી ચૂક્યા છે કે, આ અઠવાડિયે ફરી એકવાર હોટલ/રિસોર્ટની રાજનીતિ જાેવા મળી શકે છે, કારણ કે શિવસેના યુબીટી અને એનસીપી(અજિત પવાર) જેવી પાર્ટીઓ યોજાનારી એમએલસી ચૂંટણી પહેલા તેમના ધારાસભ્યોને તૈયાર કરી રહી છે. ત્રણ દિવસ માટે હોટલમાં લઈ જઈ શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution