અમદાવાદ-
આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રચાર માટે હવે માત્ર ૪૮ કલાકનો જ સમય રહ્યો છે. રવિવારે સાંજે પ્રચારની અવધિ પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસમાં નેતા-કાર્યકરો માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ આકર પામી રહી છે. ભાજપમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત દોઢ ડઝનથી વધુ નેતાઓ શનિવારે ચૂંટણી સભાઓ ગજવશે.