ELECTION 2021: રાજ્યની 6 મનાપામાં મતદાન, કેટલાક વિસ્તારોમાં વિરોધ અને બોગસ મતદાનની ફરીયાદ ?

રાજકોટ-

રાજ્યની ૬ મહાપાલિકામાં મતદાન શાંતિપૂર્ણ રીતે મતદાન થયુ. કેટલાક ઠેકાણે વિરોધ અન મારામારીની ઘટના બની હતી. ભાવનગરની મસ્તારામ બાપા શાળામાં ચિત્રા ફુલસર વોર્ડના મતદાન મથક ૨૧ માં બોગસ વોટિંગનો આક્ષેપ કરાયો તો રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલાની ઘટના બની. આ સાથે કાર્યાલયમાં તોડફોડ પણ કરવામાં આવી. આપના ટેબલ ધક્કામુક્કીમાં તોડી પાડવામાં આવ્યું. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર વગેરે જગ્યાએ લોકો સવારમાંથી મતદાન માટે લાઇનમાં લાગ્યા છે. ત્યારે રાજકિય પક્ષો પણ પોતાની તરફેણમાં મતદામ વધારવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. એક તો કોરોનાના કારણે મતદાન ઘણું ધીમું થઇ રહ્યું છે.

જેથી વિવિધ પક્ષોના કાર્યકર્તા મતદાન વધારવા માટે મહેનત કરી રહ્યા છે. તેવામાં રાજ્યમાં વિવિધ જગ્યા પર મતદાન વચ્ચે ઘર્ષણના સમાચાર પણ આવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં ભાજપ-આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. રાજકોટના લક્ષ્મીનગર રોડ પર આપના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી છે. આપ દ્વારા ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓએ ઓફિસમાં તોડફોડ કરીને તેમના લોકોને માર્યા છે. આ ઘટના બાદ ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા છે.

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા બંને પક્ષોને શાંત કરાવવામાં આવ્યા છે. સમગ્ર મામલો ઉગ્ર બનતા પોલીસ પણ દોડી આવી હતી. તો વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી પંચના કાર્ડ વગર મતદાન મથકમાં પ્રવેશ કરતા કોંગી કાર્યકરોએ વિરોધ દર્શાવ્યોપ અમદાવાદના પાલડી વોર્ડના ભાજપ ઉમેદવારની પ્રીતિષ મહેતાએ મત કુટીર નજીક ફોટો સેશન કર્યું હતુ..તેમની વર્તણૂંક સામે પ્રશ્નાર્થ થયો છે.મતદાન કરીને રૂમમાં જ વિકટરી સિમ્બોલ દર્શાવ્યો હતો. સોશ્યલ મીડિયા ફોટો વાયરલ થયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution