અમદાવાદ-
ગુજરાતની 6 મહાનગરપાલિકા પર આજે મતદાન છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન શરુ થઇ ચૂક્યુ છે. સામાન્ય જનતાથી લઇ રાજનેતાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ પણ મતદાન માટે પહોંચ્યા હતા તેમણે 175 સીટ જીતવાનો દાવો કર્યો છે. આપને જણાવી દઇએ કે પાલડીના ધારાસભ્ય જૈનિક વકીલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લખેનીય છે કે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે પણ પોતોના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યુ હતું.