અમદાવાદ-
ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.