અમદાવાદ-
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં યોજાવાની છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીએ તથા જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પ્રચારની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. જે અગાઉ રાજ્ય ચૂંટણી પંચને મોકલી આપવામાં આવી હતી.
ભાજપની આ યાદી પરથી કહી શકાય કે, ભાજપના રાષ્ટ્રીય પ્રચારકો જેમ કે અમિત શાહ, યોગી આદિત્યનાથ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વગેરે ગુજરાતમાં પ્રચાર માટે આવશે નહીં.