એક મહેલ હો સપનો ગંદકી કા! સપનાનાં ઘર પાછળ કરોડો રૂપિયા ખચ્ર્યા પછી પણ ગોત્રીનાં લોકો ગટરોનાં પાણી વચ્ચે રહેવા મજબૂર


ધરતીનો છેડો એટલે ઘર, શાંતિનું સરનામું એટલે ઘર..!! પણ કલ્પના કરો કે, તમારા સપનાના ઘરનાં આંગણે ગટર ઉભરાતી હોય તો કેવુ લાગે? તમને જાણીને આઘાત લાગશે પણ વડોદરાના પોશ વિસ્તાર ગોત્રીમાં કરોડો રૂપિયા બંગલાઓની બહાર ગટર ઉભરાતા રહિશો પરેશાન થઈ ચૂક્યા છે. ગોત્રી રોડ પર આવેલા ઈસ્કોન હાઈટ્‌સની પાસેના શુભમ પાર્ક, સાંઈનાથ ડૂપ્લેક્સ, ગોત્રી હાઉસિંગ સોસાયટી, મંગલમ સોસાયટી સહિતની આસપાસના દસ સોસાયટીના માલેતુજારોને આજે ઉભરાતી ગટર માટે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું. કેટલાય રહિશો પોતાના વ્યવસાય પર રજા પાડીને આજે વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. એક રહિશો તો કંટાળીને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. સ્થાનિક રહિશોનું કહેવું છે કે, આ સમસ્યા ત્રણ મહિનાથી યથાવત છે. કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાંય સમસ્યાનું સમાધાન થતંુ નથી. સ્થાનિક કાઉન્સિલરો પણ કશું સાંભળતા નથી. આવા સંજાેગોમાં અમારે શું કરવું તે સમજાતું નથી. ઘરની બહાર નીકળીએ એટલે ગટરના પાણી દેખાય છે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી અમે પરેશાન થઈ ચૂક્યા છે. સોસાયટીઓમાં રહેતા વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. બાળકોને રમવા માટેની જગ્યા છીનવાઈ ગઈ છે. વડોદરાને સ્માર્ટ સિટીનું બિરુદ આપવામાં આવ્યુ છે. શું સ્માર્ટ સિટી આને કહેવાય? અમારે આવી સ્થિતિમાં કેટલા સમય સુધી રહેવાનું? અમે ઉભરાતી ગટરોથી કંટાળી ગયા છીએ, આ મામલે અમારે ઉગ્ર આંદોલન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમારી વાત સાંભળવામાં કોઈને રસ નથી. ભાજપના રાજમાં શહેરનું શાસન આટલું કથળી જશે તેની અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution