મુંબઈ,તા.૯
ગયા અઠવાડિયે મંગળવારે શેરબજારમાં ઘટાડો થયો હતો, જ્યારે બાકીના ચાર ટ્રેડિંગ દિવસોમાં તેમાં મજબૂત વધારો જાેવા મળ્યો હતો. આ કારણે ટોચની ૧૦ કંપનીઓમાંથી ૮ના રોકાણકારોએ સારી કમાણી કરી હતી.
કેન્દ્રમાં મોદી સરકારની વાપસીને કારણે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જાેવા મળી રહી છે. ગયા સપ્તાહના ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં અદભૂત ઉછાળો જાેવા મળ્યો હતો. જાે કે રોકાણકારોને એક જ દિવસે ભારે નુકસાન થયું હતું, ત્યાં બાકીના ચાર દિવસમાં જંગી નફો થયો હતો.
આ દરમિયાન સેન્સેક્સની ટોચની ૧૦ કંપનીઓમાંથી આઠની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે જંગી વધારો થયો હતો અને આ વધાર રૂ. ૩.૨૮ લાખ કરોડનો હતો. સાથે જ રિપોર્ટ અનુસાર ટાટા ગ્રૂપની કંપની ટીસીએસનામાં પૈસા રોકનારાલોકોને સૌથી વધુ ફાયદો થયો હતો. ્ઝ્રજીમાં રોકાણ કરનારાઓ એ માત્ર પાંચ જ દિવસમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
આ સમયગાળા દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, હિન્દુસ્તાન યુનિલિવર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ ફાયદો થયો હતો. ટોચની ૧૦ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ૐડ્ઢહ્લઝ્ર બેન્ક, ભારતી એરટેલ, ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર અને ૈં્ઝ્ર હતી.
ટોચની ૧૦ કંપનીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ન્ૈંઝ્ર)ના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વેલ્યુએશન રૂ. ૫૪,૦૨૪.૩૫ કરોડ વધીને રૂ. ૧૯,૮૮,૭૪૧.૪૭ કરોડ અને ૐડ્ઢહ્લઝ્ર બેન્કનું વેલ્યુએશન રૂ. ૩૨,૨૪૧.૬૭ કરોડ વધીને રૂ. ૧૧,૯૬,૩૨૫.૫૨ કરોડ થયું હતું.