લવિંગના અસરકારક નુસખાઓ તકલીફોને દૂર કરશે!

લવિંગનો ઉપયોગ આપણે સામાન્ય રીતે મસાલાના સ્વરૂપમાં કરી છીએ. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે આ ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. લવિંગમાં ઇજેનોલ નામનું તત્વ હોય છે. આનો ઉપયોગ દવાઓ અને ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે.

લવિંગના ફાયદા: 

તેનાથી સાઇનસની સમસ્યાને કંટ્રોલ કરે છે. દરરોજ સવારે અને સાંજે લવિંગ ખાવામાં આવે તો ડાઇજેશન સારું થાય છે, એસિડિટીની સમસ્યા દૂર થાય છે. પેટનું ઇન્ફેક્શન દૂર થાય છે અને પેટના દર્દમાં રાહત મળે છે.

1.ગેસની પ્રોબ્લેમ : લવિંગનો પાઉડર 1 કપ પાણીમાં ઉકાળી ઠંડુ રહે એટલે પીવાથી ગેસની પ્રોબ્લેમમાં તરત આરામ મળે છે. 

2.એસિડિટી માટે : ભોજન કર્યા બાદ 1 લવિંગ ચાવીને ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરાની પ્રોબ્લેમમાં રાહત મળે છે. 

3.ઊલટી માટે :  પ્રવાસ દરમ્યાન અથવા ક્યારે પણ ઊલટી અથવા ગભરામણની પ્રોબ્લેમ થાય તો શેકેલાં લવિંગ ચાવીને ખાવાથી રાહત મળે છે. 

4.મોંમાં દુર્ગંધ : લવિંગ ચાવીને ખાવાથી મોંમાં દુર્ગંધ પેદા કરતાં બેક્ટેરિયા નષ્ટ થાય છે અને દુર્ગંધ દૂર થાય છે. 

5.દાંતમાં દર્દ :દાંતમાં દર્દ થવા પર લવિંગને શેકીને દાંત નીચે રાખી ધીરે-ધીરે ચાવવાથી દર્દમાં તરત આરામ મળે છે. 

6.શરદી-ખાંસી : 2 વાટેલાં લવિંગ, 1 ચમચી આદુનો રસ, 1 ચમચી લીંબુનો રસ પાણીમાં નાખી ઉકાળી નવશેકું રહે એટલે પીવાથી લાભ થશે.  

7.વાળ માટે : જો તમે વાળમાં પુષ્કળ ખુજલી કે ફંગલની સમસ્યા રહેતી હોય તો તમારા હેર ઓઈલમાં 2 ટીપાં લવિંગના તેલના મિક્સ કરીને લગાવો. વાળ હેલ્ધી થશે અને ઈન્ફેક્શન દૂર થશે.  

8.ગળામાં ખારાશ : જો તમને ગળામાં દુખાવો કે ખારાશ રહેતી હોય તો 1 કપ પાણીમાં 3 લવિંગ વાટીને ઉકાળી લો. પછી તેમાં અડધી ચમચી મધ મિક્સ કરીને પીવો.  

9.સાંધાનો દુખાવો દૂર કરવા : જો તમને સાંધાઓમાં દુખાવો થતો હોય તો લવિંગના તેલની રોજ માલિશ કરો. તેનાથી ઘણો ફાયદો થશે.  


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution