આખરે શાળાઓના બ્લેકબોડ્‌ર્સ પર શિક્ષણનો સૂર્યોદય થયો ‘વિશ્વ માતૃભાષા દિને’ શાળાઓમાં ‘ક’ કલમનો ‘ક’ ગૂંજ્યો

ડોદરા, તા.૨૦

કોરોનાની ત્રીજી લહેર બાદ હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થયુ છે.ત્યારે આજે વડોદરામાં વિદ્યાર્થીઓમાં શાળાએ જવાનો અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. સ્કૂલોના કેમ્પસ આજે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠયા હતા. ઓફલાઇન સ્કૂલો શરૂ થવાના પ્રથમ દિવસે વાલીઓ પોતાના સંતાનોને મુકવા આવ્યા હતા જેને લઈ સ્કૂલ બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. લાંબા સમય બાદ શાળાઓ ફરી ધમધમતી થતા આજે શાળાઓમાં ૭૦થી ૭૫ ટકા વિદ્યાર્થીઓની હાજરી જાેવા મળી છે.

રાજ્ય સરકારની સુચના બાદ આજથી શહેરની તમામ શાળાઓમાં ૧૦૦ ટકા ક્ષમતા સાથે શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતુ. ત્યારે વિદ્યાર્થીઓ પણ બે વર્ષ બાદ ઓફલાઇન શિક્ષણ મેળવવા માટે ઉત્સાહભેર શાળાએ આવ્યા હતાં.અને પોતાના મિત્રોને મળીને ખુશખુશાલ જાેવા મળ્યા હતા. શાળામાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને અભ્યાસ કર્યો હતો. પ્રથમ દિવસ હોવાથી મોટાભાગના બાળકોને તેમના માતા-પિતા સ્કૂલમાં મુકવા અને લેવા માટે આવતા-જતાં જાેવા મળ્યા હતાં.જેના પગલે શાળાઓની બહાર ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા.

આજથી ઓફલાઇન સ્કૂલો શરૂ થતાં મોટાભાગની શાળાઓમાં ૮૦થી ૯૦ ટકા જેટલી વિદ્યાર્થીઓની હાજરી રહી છે. આગામી દિવસોમાં ૧૦૦ ટકા હાજરી થઇ જશે તેવી આશા શાળા સંચાલકોએ વ્યક્ત કરી હતી. શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાની તમામ તમામ ગાઇડ લાઇનનુ નું પાલન કરવામાં આવ્યુ હતુ.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૧ ફેબ્રુઆરીથી ફરજિયાત સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો આદેશ આપતા વાલી મંડળ તેમજ વડોદરા પેરેન્ટસ એસોસિએશન દ્વારા ફરજિયાત ઓફલાઈન શરૂ કરવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્યના શિક્ષણમંત્રીને ઓફલાઈનની સાથે ઓનલાઇન પણ વિકલ્પ રાખવા માટે માગણી કરી હતી. અનેે ઓફલાઈન સ્કૂલો ફરજિયાત કરવાના કારણે વાલીઓ ઉપર આર્થિક બોજ પડશે તેમજ જ્યાં સુધી વિદ્યાર્થીઓનું વેક્સિનેશનનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓફલાઇન અને ઓનલાઈન બંને વિકલ્પ રાખવા રજૂઆત કરી હતી. જાેકે, સરકાર દ્વારા વાલી મંડળની માંગણીઓને ફગાવી દઈ આજથી ઓફલાઇન ફૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો અને વાલીઓએ પણ તેમના બાળકોને શાળાએ ભણવા માટે મોકલ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution