ઇડીએ પૂર્વ મંત્રીના અંગત સચિવ, નોકર સંબંધિત ૪.૪૨ કરોડની સંપત્તિ જપ્ત કરી


ઝારખંડ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ઝારખંડના ટેન્ડર કમિશન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. રાંચીમાં ઈડ્ઢએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઁસ્ન્છ), ૨૦૦૨ની જાેગવાઈઓ હેઠળ પૂર્વ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ, તેની પત્ની રીટા લાલ અને નોકર જહાંગીર આલમ સાથે સંબંધિત રૂ. ૪.૪૨ કરોડની સંયુક્ત કિંમતની ચાર સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હવે ઈડ્ઢએ આ કેસમાં સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.ઈડ્ઢએ છઝ્રમ્ની હ્લૈંઇના આધારે આ કેસની તપાસ શરૂ કરી હતી. છઝ્રમ્ની હ્લૈંઇ જમશેદપુરમાં નોંધવામાં આવી હતી, જેમાં સુરેશ પ્રસાદ વર્મા અને આલોક રંજન આરોપી હતા. ઁસ્ન્છ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જમશેદપુર છઝ્રમ્એ આલોક રંજનના ઘરેથી ૨.૬૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આલોક આ સમયે સુરેશ પ્રસાદ વર્માના ઘરમાં ભાડુઆત તરીકે રહેતો હતો. જપ્ત કરાયેલી રકમ વીરેન્દ્ર કુમાર રામની હતી. વીરેન્દ્ર સરકારી કર્મચારી હતો. તેને ગ્રામીણ વિકાસ વિશેષ ઝોન અને ગ્રામીણ બાંધકામ વિભાગમાં મુખ્ય ઈજનેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ બંને વિભાગ ઝારખંડ સરકારના છે.

તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે, ઈર્ંઉએ દિલ્હીમાં વીરેન્દ્ર કુમાર રામ, મુકેશ મિત્તલ અને અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો હતો. બાદમાં આ કેસને તપાસ સાથે જાેડી દેવામાં આવ્યો હતો. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ વીરેન્દ્ર કુમાર રામ અને તેના પરિવારની ૩૯.૨૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ પછી વીરેન્દ્ર કુમારના ઝ્રછ મુકેશ મિત્તલની ૩૫.૭૭ કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. એપ્રિલમાં વીરેન્દ્ર કુમાર રામ, આલોક રંજન, રાજકુમારી અને ગેંડા રામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને મુકેશ મિત્તલ, તારા ચંદ, નીરજ મિત્તલ, રામ પ્રકાશ ભાટિયા, હરીશ યાદવ અને હૃદય નંદ તિવારી વિરુદ્ધ પૂરક કાર્યવાહીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વધુ તપાસ દરમિયાન, મે મહિનામાં જુદી જુદી તારીખો પર શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સર્ચના પરિણામે રૂ. ૩૭.૫૫ કરોડની રોકડ, એક વાહન, એક સ્કૂટર, જ્વેલરી, અનેક ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજાે જપ્ત/ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે ટેન્ડરોની ફાળવણી માટે, કોન્ટ્રાક્ટરો પાસેથી કુલ ટેન્ડર મૂલ્યના ૩.૨% કમિશન લેવામાં આવે છે, જેમાં મંત્રી આલમગીર આલમ માટે લગભગ ૧.૫% કમિશન પણ સામેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution