દિલ્હી-
આવકવેરા વિભાગે તમિળનાડુમાં ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપનારા ઓછામાં ઓછા 25 જગ્યાઓ પર દરોડા પાડ્યા બાદ 118 કરોડની બેનામી આવક શોધી કાઢવાનો દાવો કર્યો છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી. દરોડો 20 જાન્યુઆરીએ શરૂ થયો હતો. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, "આજે દરોડા પડ્યા બાદ વિભાગને કોઈમ્બતુરમાં આવેલા પોલ દિનાકરનના નિવાસસ્થાનમાંથી 4.7 કિલો સોનાની ઈંટ મળી."
દિનાકરણ ક્રિશ્ચિયન મિશનરી 'જીસસ કોલ્સ' ના વડા છે, જેની આંતરરાષ્ટ્રીય શાખાઓ પણ છે. તેમણે કહ્યું કે દરોડામાં 118 કરોડની આવક છુપાવતી હોવાનું જાણવા મળ્યું છે.