ન્યૂ દિલ્હી-
કોરોના વાયરસ મહામારીના બે મોજાનો સામનો કરી રહેલી દેશની અર્થવ્યવસ્થા મજબૂતી સાથે પાટા પર આવી રહી છે. મંગળવારે રાષ્ટ્રીય આંકડા કચેરીએ જીડીપીના આંકડા જાહેર કર્યા હતા. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂનનાં આંકડા દર્શાવે છે કે જીડીપી વૃદ્ધિ દર ૨૦.૧ ટકા રહ્યો છે. આ ચીન કરતા પણ સારો આંકડો છે કારણ કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીને ૭.૯ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. એટલે કે એવું માની શકાય કે ભારતીય અર્થતંત્ર ચીન કરતાં વધુ ઝડપથી સુધર્યું છે.
ગયા વર્ષે જ્યારે દેશ કોરોનાની પ્રથમ લહેરનો સામનો કરી રહ્યો હતો, ત્યારે વિશ્વમાં સૌથી લાંબુ અને સૌથી મોટું લોકડાઉન ભારતમાં લાદવામાં આવ્યું હતું. આને કારણે, છેલ્લા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે ૨૦૨૦-૨૧માં વિકાસ દર નકારાત્મક રહ્યો હતો. પછી તે -૨૪.૪ ટકા નોંધાયું હતું.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિસર્ચ રિપોર્ટમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન જીડીપી વૃદ્ધિ ૧૮.૫ ટકા રહેવાનો અંદાજ હતો. તે જ સમયે ભારતીય રિઝર્વ બેન્કએ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨૧.૪ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.
આ રીતે આંકડા બદલાયા
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં ૨૪.૪ ટકા.
૨૦૨૦-૨૧ના બીજા ક્વાર્ટરમાં -૭.૪ ટકા.
ત્રીજા ક્વાર્ટરમાં અર્થતંત્ર નકારાત્મક વૃદ્ધિમાંથી બહાર આવ્યું છે. વિકાસ દર ૦.૫ ટકા નોંધાયો હતો.
ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં તે ૧.૬ ટકા હતો.
વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ-જૂનમાં તે વધીને ૨૦.૧ ટકા થયો છે.