ગાંધીનગર-
રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.
રાજ્યમાં પરીવહન સેવાઓ સુધારવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળી કુલ 1 હજાર નવી બસો શરૂ કરાશે. આ પૈકી 500 વોલ્વો બસો પીપીપી ધોરણે શરૂ કરાશે રૂ 270 કરોડની જોગવાઈ કરવામાં આવશે. 50 ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં મૂકાશે. ઈકો ફ્રેન્ડલી 50 સીએનજી વાહનો મુકાશે, જેના માટે 30 કરોડની જોગવાઈ.
ડોર ટુ ડોર કલેકશન દ્વારા ઘન કચરો એકત્રિત કરવા માટે નંબર ટ્રાન્સપોર્ટ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામપંચાયતોને વ્યક્તિ દીઠ માસિક ગ્રાન્ટની બે થી બમણી કરી રૂપિયા ચાર કરવાની જાહેરાત કરવામાં આવી.