અત્યારે ભાગ્યે જ કોઈ એવું હશે જેના વાળ નહીં ખરતાં હોય. દર 10માંથી 8 લોકોને વાળ ખરવાની સમસ્યા થાય છે. મહિલા હોય કે પુરૂષો બધાંના પુષ્કળ વાળ ખરે છે. જેને દવાઓથી રોકવું મુશ્કેલ છે. પણ જો તમે ઘરે જ ધીરજ સાથે કેટલાક અસરકારક નુસખાઓ અપનાવશો તો તમને ચોક્કસથી ફાયદો થશે અને વાળ ખરતાં બંધ થઈ જશે.
તેલથી માથામાં આંગળીના ટેરવાથી મસાજ કરો. તેનાથી માથામાં લોહીનું પરિભ્રમણ વધશે અને વાળ ખરતાં અટકશે.
આમળાનું તેલ વાળનાં મૂળમાં લગાવો, આનાથી વાળ મજબૂત બનશે. કોપરાનું દૂધ વાળનાં મૂળમાં લગાડી ધીરે ધીરે મસાજ કરો, આ ઉપાય કરવાથી વાળ હેલ્ધી બનશે. શિયાળામાં રોજ 3 થી 4 આમળા ખાઓ. આમળા વાળ માટે વરદાન સમાન છે. નિયમિત રાતે 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લો. આનાથી વાળ સંબંધી સમસ્યાઓ દૂર થશે. વાળ ખરશે નહીં અને 15 દિવસમાં અસર દેખાશે.
રોજ રાતે સૂતા પહેલાં ગાયનું ઘી પગના તળિયા પર લગાવી ઘસો. લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી અકાળે વાળ સફેદ થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે. અઠવાડિયે એક વખત હોટ ટોવેલ અને ઓઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું અને શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે. વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હૂંફાળુ તેલ લગાડવું. કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હળવા હાથે માલિશ કરવાથી વાળ ખરતાં અટકી જશે.