ગાંધીનગર-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માંગી તેમની સાથે મળવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે બેઠક થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે મુખ્યમંત્રી રાજીનામું આપશે તેવી વાતો બજારમાં વહેતી થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હોવાના સમાચાર રાજકોટના સ્થાનિક અખબાર અકિલા દ્વારા મળી રહ્યા છે. નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બિ.એલ. સંતોષ શુક્રવારે રાત્રે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. સૌની નજર મુખ્યમંત્રીની પત્રકાર પરિષદ પર મંડરાયેલી છે. અચાનક મોટો રાજકીય વિસ્ફોટ થતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી મંત્રીઓ સાથે ગુજરાતના રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા. વિજય રૂપાણીએ રાજભવનમાંથી બહાર આવીને કહ્યું કે "હું ભાજપનો આભાર માનું છું કે મને મુખ્ય મંત્રીને જવાબદારી સોંપવામાં આવી હતી."