દોઢ લાખ રૂપિયા એક્સ-ફેકટરી મૂલ્ય વાળા ઇ-સ્કૂટરોને જ સબસિડી અપાશે


ઇલેક્ટ્રિક વાહનોની સ્વીકાર્યતા વધારવા માટે ૪ વર્ષ પહેલા રજૂ કરાયેલી ફેમ-૨ સ્કીમની સબસિડીમાં પણ કૌભાંડનો ખુલાસો થયો છે. સરકારે તેનું વેચાણ વધારવા માટે ૧૦,૦૦૦ રોડ રૂ.ની સબસિડી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ નિર્માતાઓ અસ્પષ્ટ દિશાનિર્દેશોનો ફાયદો ઉઠાવતા લક્ષ્ય કરતાં અડધા ઇ-વ્હીકલ વેચીને સાડા ત્રણ ગણી સબસિડી લઇ લીધી હતી. ભારે ઉદ્યોગ મંત્રાલયની આંતરિક તપાસ બાદ સંકેત મળી રહ્યા છે કે ફેમ-૩ લાવવામાં પણ આ જ કારણોસર વિલંબ થઇ રહ્યો છે. ફેમ-૨ સ્કીમ માર્ચ ૨૦૧૯માં લાગૂ થઇ હતી. તેમાં ૭,૦૯૦ ઇ-બસ, ૫ લાખ ઇ-થ્રી વ્હીલર, ૧૦ લાખ ઇ-ટૂ વ્હીલરના વેચાણનું લક્ષ્ય હતું, પરંતુ લક્ષ્ય હાંસલ ન થયું અને ખજાનામાંથી વધુ પૈસા પણ જતા રહ્યા. હવે નોબત એ છે કે વધારાની સબસિડીની વસૂલાત ચાલી રહી છે. ૨ કંપનીને બ્લેકલિસ્ટ કરાઇ છે. તેનો હિસ્સો ૩૭% છે. ફેમ ૩ પોલિસી લાગૂ કરાશે તો નિર્માતાઓનો એક મોટો વર્ગ તેમાં સામેલ થઇ શકશે નહીં.

ઊંચી કિંમતને બદલે ઓછી કિંમતના વાહનોને સબસિડી આપવાના ઇરાદાથી નક્કી કરાયું હતું કે દોઢ લાખ રૂપિયા એક્સ-ફેકટરી મૂલ્ય વાળા ઇ-સ્કૂટરોને જ સબસિડી અપાશે. તેના માટે બેટરી ક્ષમતાના ધોરણો નક્કી થયા. નક્કી કરાયું કે પ્રતિ કિલોવૉટ ૧૦,૦૦૦ રૂપિયા સબસિડી અપાય. તે એક્સ ફેકટરી કિંમતથી ૧૫% વધુ ન હોય. સ્કીમમાં સ્વેદશીકરણ, લોકલાઇઝેશન અને પરોક્ષ આયાત ઘટાડવા પર જાેર અપાયું. પરંતુ માપદંડો શું હશે, તેનો દિશા-નિર્દેશમાં ઉલ્લેખ ન હતો.ત્રણ વર્ષ માટે લાગૂ રહેનારી ફેમ-૨ યોજનામાં ૧૦ લાખ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું લક્ષ્ય વધારીને ૧૫ લાખ કરાયું. યોજનાની મુદત પૂર્ણ થવા સુધી ૭.૧૯ લાખ ટૂ-વ્હીલર્સને જ સબસિડી અપાઇ. તે કુલ ૨૦૦૦ કરોડ રૂપિયા આપવાની હતી, પરંતુ ૩,૨૧૧ કરોડ રૂપિયાની સબસિડી અપાઇ, જે લક્ષ્ય કરતાં ૬૦% વધુ હતી.ભારે ઉદ્યોગ મંત્રાલયનો હેતુ કુલ ટૂ-વ્હીલર્સની સંખ્યા વધારવાનો હતો, પરંતુ એવું થઇ શક્યું નહીં. કુલ ટૂ-વ્હીલરમાં ૨.૨૯% ઇ-વાહન તરીકે રજિસ્ટર્ડ થયા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution