ઇ-કોમર્સ દેશમાં રોજગારી સર્જન માટે મુખ્ય ચાલકબળ


ઑનલાઇન વિક્રેતાઓ મારફતે ભારતમાં ૧.૫૮ કરોડ નોકરીનું સર્જન થયું છે, જેમાં મહિલાઓ માટે ૩૫ લાખ નોકરીનું સર્જન થયું છે. જેમાં ૧.૭૬ મિલિયન રિટેલ એન્ટ. ઇ-કોમર્સ સેગમેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા દેશમાં રોજગારી અને ગ્રાહક કલ્યાણ પર ઇકોમર્સની અસરનું મૂલ્યાંકન કરતો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ દિલ્હી સ્થિત સંશોધન સંસ્થા પહલે ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ઇ-કોમર્સ દેશમાં રોજગારી સર્જન માટે મુખ્ય ચાલકબળ છે. સરેરાશ રીતે, ઓનલાઇન વિક્રેતાઓ ઑફલાઇન વિક્રેતાઓની તુલનામાં ૫૪% વધુ લોકોને તેમજ બમણી મહિલા કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે.

રિટેલ સેક્ટરમાં ઇ-કોમર્સના બે મહત્વના યોગદાન રહ્યા છે જેમાં રોજગારી સર્જનમાં વૃદ્ધિ અને ગ્રાહક કલ્યાણમાં સુધારો છે. ઇ-કોમર્સ હવે ટિયર ૩ શહેરો તરફ વિસ્તરણ કરી રહ્યું છે. ડેટા અનુસાર ટિયર ૩ શહેરોના મોટા ભાગના ગ્રાહકો દર મહિને શહેરના ગ્રાહકો કરતા રૂ.૫,૦૦૦થી વધુની કમાણી કરે છે. જે દેશની વપરાશની સ્ટોરી દર્શાવે છે, જ્યાં ઑફલાઇન અને ઑનલાઇન રિટેલનું સહ-અસ્તિત્વ શક્ય છે. રિપોર્ટમાં દેશભરના ૨,૦૬૨ ઑનલાઇન વિક્રેતાઓ, ૨૦૩૧ ઑફલાઇન વિક્રેતાઓ તેમજ ૨૦ રાજ્યોના ૩૫ શહેરો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની ઇ-કોમર્સ વેબસાઇટ્‌સ પરથી પ્રોડક્ટ્‌સની ખરીદી કરનારા ૮,૨૦૯ ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ વિક્રેતા સરેરાશ ૯ લોકોને રોજગારી આપે છે, જેમાંથી ૨ મહિલાઓ પણ છે.

ઑનલાઇન લિસ્ટિંગ બાદ ૬૦% ઑનલાઇન વિક્રેતાઓના વેચાણ તેમજ નફામાં વૃદ્ધિ જાેવા મળી છે. તે ઉપરાંત બે તૃતીયાંશથી પણ વધુ ઑનલાઇન વિક્રેતાઓના ઑનલાઇન વેચાણ મૂલ્ય અને નફામાં પણ વધારો થયો છે. જેમાં ૫૮%ના મતે બંનેમાં વધારો થયો છે. ઑનલાઇન વેચાણ બાદથી એકંદરે બિઝનેસના પરફોર્મન્સમાં પણ સુધારો જાેવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution