મનુષ્યમાં મળમૂત્રત્યાગ, ઊંઘ, ભૂખ વગેરે કુદરતી ક્રિયાઓ છે, જે આપમેળે આવે છે અને જાય છે. તેને રોકી ના શકાય અને ના ઉત્પન્ન કરી શકાય. આવી જ રીતે મનુષ્યમાં મૈથુન ક્રિયા બીજી નૈસર્ગિક ક્રિયાઓ જેવી જ એક સામાન્ય ક્રિયા છે, જેમાં ના કોઈ પ્રકારનો દુઃખાવો થવો જાેઈએ કે બીજી કોઈ અડચણ આવવી જાેઈએ. પરંતું જાે આ દરમિયાન દુઃખાવો થાય તો તેને મેડિકલની ભાષામાં ડિસ્પરેયુનિયા અથવા મૈથુન અસહિષ્ણુતા કહે છે. આજકાલ સામાન્ય થઈ રહેલ આ સમસ્યાના કારણો અને તેની સારવારના વિષય પર આજે આપણે જાેઈશું .
સામાન્ય રીતે મૈથુન એક સહજ પ્રક્રિયા છે જેમાં કોઈ પણ પ્રકારનો દુઃખાવો થતો નથી. પરંતુ શરૂઆતના લગ્ન જીવનના વર્ષોમાં અથવા સેક્સ કરવાના શરૂઆતના સમયગાળામાં કોઈ કોઈ સ્ત્રીઓને દઃુખાવો થતો હોય છે. ક્યારેક આ સમસ્યા પુરુષોમાં પણ જાેવા મળતી હોય છે. સેક્સ દરમિયાન શરૂઆતના ગાળામાં થોડોઘણો દુઃખાવો થવો નોર્મલ છે. પણ તે સતત થાય અને લાંબા સમય સુધી થયા કરે તો તેની સારવાર ચોક્કસ કરવી પડે. કારણો
પુરુષગત કારણો –
• સેક્સ કરવામાં અસમર્થતા
• સમય કરતાં પહેલા વીર્યસ્ખલન થઈ જવું
• જન્મજાત શિશ્નમાં કોઈ ખોડખાંપણ હોવી
• સેક્સના વિષયમાં પૂરતી જાણકારી ના હોવી
સ્ત્રીગત કારણો –
• યોનિનો ભાગ નાનો હોવો
• હાયમન(યોનિમાર્ગ માં આવેલ માંસનો કુદરતી પડદો) ખૂબ મજબૂત હોવો અથવા ત્રાંસો હોવો
• બાર્થોલીન સિસ્ટ(યોનિની સાઈડમાં ગાંઠ હોવી )
• યોનિમાર્ગમાં કોઈ કારણસર ચીરો પડેલો હોવો
• યોનિમાર્ગમાં ચેપ હોવો
• પેશાબની નળીમાં કોઈ ચેપ હોવો અથવા બીજી કોઈ તકલીફ હોવી
• યોનિમાર્ગ નો સોજાે
• ડિલિવરી સમયે થયેલ ઇજાના કારણે
• કોઈ ગાંઠ હોવી
• યોનિમાર્ગ સંકોચાઇ જવો
ગંભીર કારણો –
• એંડોમેર્ટ્રીઓસીસ
• ગર્ભાશયમાં ચાંદી પડેલી હોવી
• જૂનો ગર્ભાશયનો સોજાે
• પેલવિક ઇન્ફ્લમેટરી ડીસીસ (ઁૈંડ્ઢ)
• ગર્ભાશય ઊંધું હોવું
• બીજાશય મૂળ જગ્યાથી ખસી જવા
આ બધા અલગ અલગ કારણોસર આ તકલીફ થઈ શકે છે, પહેલા તો સમાજ માં આ વિષે જાગૃતિ આવવી ખૂબ જરૂરી છે, જેથી કરીને આ તકલીફને તકલીફ સમજી ડોક્ટર પાસે સારવાર લેવા જવું આવશ્યક છે. મોટાભાગના યુગલો આ સમસ્યાને અવગણે છે અને તેના પ્રત્યે લક્ષ સેવતા નથી જેથી આ તકલીફ ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને ત્યાર બાદ સારવાર કરવી અઘરી બની જાય છે.
સારવાર –
• દરેક યુગલને સેક્સ માટે શિક્ષણ આપવું
• જાે ચેપના લીધે આ તકલીફ હોય તો તેની સારવાર કરવી
• ઊંધું ગર્ભાશય હોય તો તેની સારવાર કરવી
આયુર્વેદ શું કહે છે ?
આયુર્વેદ માં યોનિ વ્યાપદ અંતગત બધા જ યોનિરોગોનું વર્ણન આવી જાય છે, જેમાં પરિપ્લૂતા અને વિપ્લુતા આ બને યોનિ વ્યાપદમાં ડિસ્પરેયુનિયા સમાન લક્ષણો મળે છે. આ યોનિ વ્યાપદ દૂષિત વાયુ અને પિત્ત બંનેના લીધે થાય છે. પિત પ્રકૃતિની સ્ત્રીને આ રોગ વધુ થાય છે તેમજ કોઈ પણ સ્ત્રી જાે શરીરમાં પિત ખૂબ વધે એવા(ખૂબ તીખું તળેલું મરી મસાલા યુક્ત ભોજન) આહાર વિહારનું વધુ પડતું સેવન વારવાર કરે તો તેને આ રોગ થાય છે.
સેક્સ દરમિયાન કોઈ પણ પ્રકારના વેગ ( જેવાકે મળ, મૂત્ર, છીંક, ઓડકાર ) ધારણ કરવાથી શરીરમાં વાયુ દૂષિત થઈ પિત્તને વધારે છે અને તેનાથી આ તકલીફ ઊભી થાય છે. જેમાં યોનિ માર્ગમાં સોજાે આવી જાય છે અને સ્પર્શ કરવાથી પણ દુખાવો થાય છે. તેમજ વિવિધ પ્રકારના સ્ત્રાવ સાથે માસિક આવે છે, પેલવીસ તેમજ યોનિ આસપાસ દુખાવો થયા કરે છે અને શરીરમાં જીણો તાવ રહે છે. આ સિવાય પેટમાં ભારે ભારે લાગવું,ઝાડા થવા,ભોજનની ઈચ્છા ન થવી.
આયુર્વેદ સારવાર –
વિવિધ પ્રકારના તેલનું યોનિ પિચું મૂકવાથી ખૂબ રાહત મળે છે, આ માટે નજીકના આયુર્વેદ સ્ત્રી રોગ નિષ્ણાતને મળીને પ્રકૃતિ મુજબ આ દવાઓ નક્કી થઈ શકે. આ સિવાય યોનિભાગમાં સ્વેદન કરવું , વાયુનાશક આહાર વિહારનું સેવન કરવું જેથી શરીરમાં વધારાનો વાયુ થાય જ નહીં. પંચવલકલ ક્વાથ સિદ્ધ તેલથી યુક્ત પિચું કરવાથી ખૂબ લાભ મલે છે.
પંચકર્મ અંતર્ગત બસ્તી ચિકિત્સા(યોગ બસ્તી, માત્રા બસ્તી ) જેવી સારવારથી આ રોગ સંપૂર્ણ મટી શકે છે. પરંતુ ગમે તે પાસે થી દેશી નુસ્ખા અજમાવવા કરતાં નજીકના આયુર્વેદ સ્ત્રી રોગ નિષ્ણાતને મળીને યોગ્ય સારવાર કરવી ખૂબ જરૂરી છે.