દ્વારકા: કોરોના મહામારી વચ્ચે, દ્વારકધીશના દર્શનાર્થે જામી ભક્તોની ભીડ

દ્વારકા-

અનલોક બાદ સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટનો લોકોએ સાચો અર્થ કાઢ્યા વગર ઘરની બહાર નિકળતા સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવા માટે સમગ્ર ગુજરાતના લોકો યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા આવતા સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થાય છે. હાલમાં દેવભૂમી દ્વારકામાં રોજિંદા 4 થી 5 કેસ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 8 લોકોના મોત થયા છે. તંત્ર દ્વારા સાવચેતીના અનેક પ્રકારના પગલાં અને જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ સાથે સાથે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા અને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ આપવામાં આવેલી છુટછાટનો લોકો ગેર ઉપયોગ કરી ઘરની બહાર નીકળી રહ્યા છે. આમ કોરોના વિસ્ફોટ થવાની સંભાવના વધી જાય છે. યાત્રિકો પણ કોરોનાનું ભાન ભૂલી ખુલ્લેઆમ નિકળી પડ્યા છે. પોતાની તેમજ અન્ય લોકોની જીંદગી જોખમમાં મુકી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution