મુંબઈ-
બોલિવૂડમાં જ્યારે પણ સુંદરતાની વાત આવે તો તેમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ભૂલ્યા વગર લેવામાં આવે છે. ઐશ્વર્યા પોતાની સુંદરતાને કારણે માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં લોકપ્રિય છે. હાલમાં ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટની તસવીરોએ સો.મીડિયામાં ધૂમ મચાવી છે. પાકિસ્તાનમાં રહેતી આમના ઈમરાનની તસવીરો હાલમાં ઘણી જ વાઈરલ થઈ છે. આમના એકદમ ઐશ્વર્યા રાય જેવી લાગે છે.
તેની તસવીરો જાેયા બાદ એ કહેવું મુશ્કેલ છે કે આ ઐશ્વર્યા છે કે આમના? આમના ઈમરાન બ્લોગર છે. તે સો.મીડિયામાં ઐશ્વર્યા રાય જેવી દેખાય તે જ રીતની તસવીરો શૅર કરતી હોય છે. આમના ક્યારેક ટ્રેડિશનલ લુકમાં તો ક્યારેક ફોર્મલ આઉટફિટમાં જાેવા મળે છે. આ પહેલાં મરાઠી એક્ટ્રેસ માનસી નાઈકની તુલના પણ ઐશ્વર્યા સાથે થઈ હતી. ઈરાનીયન મોડલ માલઘા જાબેરીની તુલના પણ ઐશ્વર્યા રાય સાથે થઈ હતી.