પાદરા કરજણ રોડ પર વીરપુર ગામ નજીક અચાનક કપચી ખાલી ડમ્પર માં આગ લાગી હતી. આગમાં ડમ્પર બળીને ખાત થઈ ગયું હતું. ચાલાક કુદી પડતા આબાદ બચાવ થવા પામ્યો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાની નહિ થતા હાશકારો અનુભવ્યો હતો. પાદરા કરજણ રોડ ઉપર વીરપુર ગામ નજીક ડમ્પરમાંથી રોડ ઉપર હાઇડ્રોડીક ઊંચો કરી રોડ મટીરીયલ ની કપચી નાખતા ગાડી ગબડતા રોડની ઉપરથી નીકળતા જીઇબી તાર સાથે ટ્રકનું હાઇડ્રોલિક અડી જતા ટ્રકમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને ટ્રક સંપૂર્ણ આગમાં બળી જવા પામી હતી. કરજણ પાલિકા ની ફાયર ફાઈટર ની ટીમે ટ્રક માં લાગેલી આગ ને કાબુ માં લીધી હતી. ટ્રક ચાલક યોગેશ પટેલ આગ લગતા ની સાથે જ ટ્રક માંથી નીચે કુદી પડતા તેઓ આબાદ બચાવ થવા પામ્યો હતો. આ અંગે પાદરા પોલીસ મથકે યોગેશ ઉદેશી પટેલ, રહેવાસી મીઠાની ગામ, સાકરવા ફળિયું, શહેરા, જી.પંચમહાલ એ આપેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.