ગુજરાતમાં લોક ડાઉનના કારણે આર્થિક સ્થિતિને પહોંચી વળવા રૂ. 2,115 કરોડ PF ઉપાડયું

દિલ્હી-


માર્ચથી ઓગસ્ટ દરમિયાન ૮.૨૫ લાખ કર્મચારીઓએ પોતાની બચતના નાણા ઉપાડી જીવન નિર્વાહ કર્યો

કોરોના વાયરસના કારણે લોક ડાઉન જાહેર કરવામાં આવતા મોટી સંખ્યામાં કર્મચારીઓ બેરોજગાર બન્યા હતા. બેરોજગાર બનેલા કર્મચારીઓએ પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે પીએફ ઉપાડવાની ફરજ પડી હતી. માર્ચ થી ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ૮.૨૫ લાખ કર્મચારીઓએ રૂા.૨,૧૧૫ કરોડ ઉપાડયાનું શ્રમમંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું છે. કોરોનાની મહામારીને આગળ વધતી અટકાવવા જાહેર કરાયેલા લોક ડાઉન દરમિયાન બેકાર બનેલા કર્મચારીઓને રાહતરૂપ થવા માટે પીએફ ઉપાડવાની મર્યાદામાં છુટછાટ આપવામાં આવી હતી. જેના કારણે માર્ચ થી ઓગસ્ટ દરમિયાન મહારાષ્ટ્ર૭,૮૩૭ કરોડ, કર્ણાટકમાં ૫,૭૪૩ કરોડ, તામિલનાડુમાં ૪,૯૮૪ કરોડ, દિલ્હીમાં ૨,૯૪ કરોડ, તેલગણામાં ૨,૬૧૯ કરોડ, હરિયાણામાં ૨,૨૨૦ કરોડ અને ગુજરાતમાં ૨,૧૧૫ કરોડ જેટલી રકમનો પીએફમાંથી ઉપાડ થયાનું સંસદમાં શ્રમમંત્રી સંતોષ ગંગવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

માર્ચથી ઓગસ્ટ દરમિયાન મજુરોની અંદાજીત આવક ૧૦૦માંથી ૯૦ થઇ હતી અને ૧૫ હજારથી ઓછી રકમ મેળવી શકયા હતા. પીએફનું યોગદાન પગારના ૧૨ થી ૧૦ ટકા મે, જુન અને જુલાઇ માસ માટે રાખવામાં આવ્યા હતા. મજુરોને પાછા ન આપવીની જોગવાય સાથે પીએફના નાણાની સહાય કરવામાં આવતા મજુરો આત્મનિર્ભર બની ગયા હતા. માર્ચ માસના અંતમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે સરકારે મજુરોને રાહત મળે તેવા પગલા ભર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution