કમાટીબાગમાં સાંજ થતાં લાઇટના અભાવે સહેલાણીઓ મોબાઇલ ટોર્ચના ભરોસે..!

વડોદરા

હાલ વેકેશન સિઝન શરૂ થયો છે. ત્યારે કમાટીબીગમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. અને મોડી સાંજ સુધી બગીચામાં બેસે છે. ત્યારે શુક્રવારે સાંજે અનેક સહેલાણીઓ બગીચામાં લાઈટના અભાવને કારણે મોબાઈલ લાઈટના ભરોસે બેસેલા જાેવા મળ્યા હતા.જેને કારણ તંત્રની લાપરવાહી સામે આવે છે.અંધારૂ થતા બગીચાના કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયેલો રહે છે. જેથી લોકોને મોબાઈલ લાઈટના ભરોસે બેસવુ પડે છે. જેથી તંત્ર દ્વારા ત્વરીત આ અંગેની કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે.

શહેરની મધ્યમાં આવેલ કમાટીબાગ સહેલીણીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે. તેમાય હાલ વેકેશન ચાલી રહ્યુ છે. પાલિકા તંત્ર દ્વારા કમાટીબાગમાં વધુ સહેલાણીઓ આવે તે માટે વિવિધ પ્રકારના આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મોડી સાંજ બાદ કમાટીબાગમાં અપુરતી લાઇટની સુવિધાના કારણે સહેલાણીઓને મોબાઇલ ટોર્ચ લાઇટના સહારે રહેતા હોવાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને લઇને કમાટીબાગમાં મોડી સાંજે મુલાકાતે આવનાર અને મોડી સાંજ સુધી બેસનાર અનેક સહેલાણીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ અંગે કમાટીબાગમાં જવાબદાર સ્ટાફને જાણ કરતા તેઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું સહેલાણી જણાવી રહ્યા છે. વેકેશનમાં વધુ મુલાકાતીઓની અવર-જવરને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવી જાેઇએ, તેવી માંગ પણ ઉઠવા પામી છે.

એક સહેલાણીએ કહ્યુ હતુ કે, કમાટીબાગમાં સાંજે ૭ વાગ્યા બાદ અંધારૂ થાય ત્યારે જરૂરી લાઇટ હોવી જાેઇએ.પરંતુ માણસ એકબીજાને જાેઇ શકે તેટલી પણ લાઇટ નથી.આ અંગે પાલિકા દ્વારા ત્વરીત પગલા લઈને બગીચામાં લાઈટની યોગ્ય વ્યવસ્થા કરવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution