રામપુર લોકસભાના ઉમેદવારની અરજીના પગલે ઈવીએમના સીસીટીવી ફૂટેજ સાચવવા માગ કરાઇ

રામપુર લોકસભાના ઉમેદવારની અરજીના પગલે ઈવીએમના સીસીટીવી ફૂટેજ સાચવવા માગ કરાઇ

નવી દિલ્હી,

દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને ઈવીએમના સંબંધમાં લેવામાં આવેલી વિડિયોગ્રાફી અને સીસીટીવી ફૂટેજની જાળવણી અને વીડિયો ફૂટેજને સાચવવા માટે અપનાવવામાં આવી રહેલા માર્ગદર્શિકા અંગે એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે. જસ્ટિસ સચિન દત્તાએ રામપુર લોકસભાના ઉમેદવાર વકીલ મહમૂદ પ્રાચા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પંચને નોટિસ જારી કરી છે. જેમાં કોર્ટે કહ્યું કે ચૂંટણીને પડકારવાના મામલામાં સીસીટીવી ફૂટેજ મહત્વની ભૂમિકા ભજવે છે.કોર્ટે ૧૦મી મેના રોજના તેના આદેશમાં જણાવ્યું હતું કે, “પ્રતિવાદી/ચૂંટણી પંચે ફર્સ્ટ લેવલ ચેક કર્યા પછી ઈવીએમના સંબંધમાં કરવામાં આવેલી વિડિયોગ્રાફી/સીસીટીવી કવરેજના સંદર્ભમાં પ્રતિવાદી/ચૂંટણી પંચને ર્નિદેશ આપવા જરૂરી છે. પેરા ૬.૧.૧(ી) માં નિર્દિષ્ટ સ્ટેજ સુધી “ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કામાં વિડિયો/ઝ્રઝ્ર્‌ફ ફૂટેજની જાળવણી માટે લાગુ થતા ધોરણો/માર્ગદર્શિકાઓ દર્શાવતી એફિડેવિટ ફાઇલ કરવાનો ર્નિદેશ આપવામાં આવે છે.રામપુરથી અપક્ષ ઉમેદવારે પોતાની અરજીમાં કહ્યું છે કે ૧૯ એપ્રિલે ત્યાં ચૂંટણી યોજાયા બાદ તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રેકોર્ડ કરાયેલા તમામ સંબંધિત વીડિયોને સાચવી રાખવાનો ર્નિદેશ આપે. પરંતુ તેને કોઈ જવાબ મળ્યો ન હતો. આ કેસની આગામી સુનાવણી ૧૬ મેના રોજ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution