વલસાડ-
અતુલ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જ બાતમી વાળી કાર બલેનોની પોલીસે તપાસ કરતાં કારમાં માત્ર બે યુવતીઓજ સવાર દેખાઈ હતી. આથી પોલીસે બંને યુવતીની પૂછપરછ કરી હતી. જેમાંથી એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી હેતલ રાજેન્દ્ર ભટ્ટ અને બીજી યુવતી આરતી ઈશ્વરભાઈ ગોસ્વામી જામનગરની હોવાનું બહાર આવ્યું છે. બંને બહેનપણીઓ છે. તેેમજ બંને ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલ છે. જોકે, પોલીસે કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો.
આર્થિક મજબૂરી વ્યક્તિને કોઈ પણ હદ સુધી લઈ જઈ શકે છે, જેનો તાજો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાની મહામારી દરમિયાન અનેક ધંધા-રોજગાર ભાંગી પડ્યા હતા. જેમાં ફોટોગ્રાફીનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો. જેને લઇને આર્થિક રીતે તંગી પડતા બે યુવતીઓ નાણાં કમાવવા માટે ગેરકાયદેસર પગલું ભર્યું અને દારૂની ખેપ કરવા જતા વલસાડ પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.