ન્યૂયોર્ક:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે દરેક ઉદ્યોગ પર અસર કરી રહ્યું છે, જેની અસર હવે ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં પણ જાેવા મળી શકે છે. એઆઇ ટેક્નોલોજી સંબંધિત ઘણા કાર્યો ઝડપથી અને સચોટ રીતે કરી શકે છે. જેના કારણે ઘણા લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સ અનુસાર, વૈશ્વિક બેન્ક આગામી ૩ થી ૫ વર્ષમાં ૨,૦૦,૦૦૦ થી વધુ નોકરીઓ કાપવાની તૈયારીમાં છે. સર્વેક્ષણમાં બહાર આવ્યું છેકે, બેંકના મુખ્ય માહિતી અને તકનીકી અધિકારીઓએ સૂચવ્યું હતું કે, તેઓ તેમના કર્મચારીઓની સંખ્યામાં સરેરાશ ૩ ટકાનો ઘટાડો કરશે. બેક ઓફિસ, મિડલ ઓફિસ અને ઓપરેશન ક્ષેત્ર સૌથી વધુ જાેખમમાં છે. તેમજ ગ્રાહક સેવાઓમાં પણ ફેરફાર જાેવા મળી શકે છે.
એઆઇ સિસ્ટમ્સ ઝડપથી મોટી માત્રામાં માહિતીની પ્રક્રિયા કરી શકે છે અને માનવી કરતાં ઘણી વખત ઝડપી ઇનસાઈટ જનરેટ કરી શકે છે. આથી બેક-ઓફિસ, મિડલ-ઓફિસ અને ઓપરેશનલ વિભાગો પર પડશે, જ્યાં નિયમિત અને રિપીટેટીવ કામ કરાય છે. તેવી નોકરીઓ પર કાપની અસર સૌથી વધુ જાેવા મળી શકે છે. ડેટા એનાલિસિસ, ફાઇનાન્સિયલ ટ્રેડ અસેસ્મેન્ટ અને રિસ્ક ઇવેલ્યૂશન જેવી જવાબદારીઓ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે એઆઇ સિસ્ટમ્સ ઝડપથી મોટી સંખ્યામાં માહિતીને પ્રોસેસ કરી શકે છે અને માનવી કરતાં ઘણી વખત ઝડપી ઇનસાઈટ જનરેટ કરી શકે છે.