દુબઈની જાહોજલાલી

અમે ૨૦૨૨ના જુલાઈમાં દુબઈ શહેરની મુલાકાત લીધી. અમે ઓમાન દેશનાં મસ્કતથી ગયેલાં. ઓમાન અને દુબઈ બે જુદા દેશો છે અને અમુક બાબતોમાં બેય પ્રત્યે મૈત્રી તો અમુક બાબતોમાં થોડું ઉંદર બિલ્લી જેવું ખરું. ઓમાનની નંબર પ્લેટ જુએ એટલે દુબઈ પોલીસ ‘ટાયરમાં હવા ઓછી છે’ જેવાં બહાનાં કાઢીને પણ દંડ કરે એટલે બાય કાર ચાર કલાક મસ્કત દુબઈ થાય એ ટ્રાવેલ કંપનીની બસ દ્વારા જવું પસંદ કર્યું.

હવે, જે પ્રાઇવેટ ટ્રાવેલમાં દુબઈ જતા લોકોની કસ્ટમવાળાઓ દ્વારા હેરાનગતિ થઈ અને થાય છે તે મોટે ભાગે લોકો ડ્રગ લઈ આવે છે એ શંકાને કારણે થાય છે. એમને પણ હમજા બોર્ડર પર બે કલાક એક જ બસને તપાસતાં થયા. એટલે મસ્કત કે નજીકથી દુબઈ જનારે કાર લેવાનું સાહસ કરવું તેમ હું માનું છું. સહુથી પહેલું રાખ્યું બુર્જ ખલીફા જાેવાનું જે અગાઉથી ઓનલાઇન બુક કરેલું.

 બુર્જ ખલીફામાં ઉપર જવાની લાઈનમાં ઊભાં. લાઈનમાં કશું એલાવ નથી, પાણીની બોટલ પણ. પ્રમાણમાં જલ્દી લાઇન ખસે છે.

અગાઉથી સ્લોટ બુક કર્યા વગર જવું નહીં. સમજીને સમય બુક કરવો. દુબઈની લાઈટો જાેવી હોય તો સાંજે ૭થી ૧૦-૩૦ વચ્ચે નહીં તો સવારે ૧૦-૩૦થી એક કલાકનો સ્લોટ મળે.

સંચાલન લગભગ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે તેવું જ હતું. ઓફિસરો ઘણાખરા ભારતીય લાગ્યા અને સિક્યોરિટીવાળા આફ્રિકન.

દરેક સ્થળે ભણેલાગણેલા ટાઇવાળા આફ્રિકન જાેવા મળે. ગોલ્ડનસેન્ડ હોટેલમાં એકાઉન્ટવાળો આફ્રિકન હતો. અહીં પણ વ્યવસ્થા અને ક્યુ મેઇન્ટેઇન કરવા, પબ્લિક રિલેશન વગેરેમાં આફ્રિકનો અને ભારતીયો જાેયા. કદાચ અહીંના મુસ્લિમો પણ ક્લીન શેવ કરતા અને ઓમાનની જેમ સફેદ ઝબ્બાને બદલે સૂટ ટાઈમાં ફરતા હતા.

હા. અહીં દુબઈમાં બોલતાં ધ્યાન રાખવું. પાકિસ્તાની ટેક્સીવાળો પણ ગુજરાતી બોલતો સમજતો હોઈ શકે. મસ્કત કરતાં ગુજરાતીઓ ઘણા વધારે મળ્યા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ અહીં ફરતી ગોળ પ્રેક્ષક દિર્ઘા છે. ઉપર જતાં જ વેલડ્રેસ્ડ છોકરા છોકરીઓ કેમેરા સાથે તમને ઘેરી વળે. 'દ્ગૈષ્ઠી કટ્ઠદ્બૈઙ્મઅ ॅર્રર્ં.. જદ્બૈઙ્મી..' વગેરે કહેતા ફોટો પાડે. યુનિફોર્મમાં લાગે પણ એમને કોઠું આપવાની ભૂલ કરવી નહીં. એ સ્ટાફ નથી, ફોટો પાડી મબલખ નાણા ખંખેરી લેતા લોકો છે.

આથમતા સૂર્ય વખતે વધુ ટિકિટ હોય પણ અમારા સ્લોટમાં પણ ઢળતો સૂર્ય ખૂબ ઊંચેથી જાેયો. ૧૨૫મા માળ એક જગ્યાએ મજબૂત જાળી પાસે ઊભી આટલી ઊંચી જગ્યાની હવા પણ અનુભવી. ત્યાં પણ ગરમ તો હતી. સ્કાયવોક માટે ૧૪૫મા માળ જવાય તેની અલગ ટિકિટ. સ્કાયવોક આમેય દુબઈ ફ્રેમમાં બુક કરી હોઈ અહીં ન ગયા. તો પણ બે માળ વચ્ચે સવા કલાક તો ગયો જે ઓછો પડયો. થોડું અંતર પારદર્શક ફ્લોર પર ચાલવાનું છે ખરું ૧૨૫ માળે પણ.

એક્વેરિયમમાં શાર્ક, નાની વ્હેલ, સ્ટાર ફિશ, જળ ઘોડો અને ઘણું જાેવાનું હતું. અમુક તો મસ્કતમાં નવાં થયેલાં કે ૨૦૧૧માં થાઇલેન્ડનાં એક્વેરિયમમાં જાેયું હતું. એક મોટી ગ્લાસ ટનલમાંથી પસાર થઈએ એટલે ચારે બાજુ માછલીઓ વચ્ચેથી જતા હોઈએ. કલ્પના બહારની ખૂબ મોટી અને નાની માછલીઓ જાેઈ.

એકાદ કલાક એક્વેરિયમમાં કાઢી તરત બહાર નીકળી ઘૂસ્યા નાઈટ લાઇફ ઝુમાં. આપણે કાંકરિયામાં થયું છે પણ આ ઘણા મોટાપાયે હતું. સાચાં ઘુવડ ચીબરી વગેરે સાથે ઘુવડના અવાજાે, રાત્રીના અવાજાે વગેરેનો અનુભવ યાદગાર રહ્યો. રાતનાં ચમકતી આંખો વાળાં પ્રાણીઓ, કદાચ બ્લેક ચિત્તો પણ જાેયો. આ ઝુમાં વચ્ચે બેસવા માટે પત્થરો પણ છે.

દોરડાંના પૂલ પરથી જવાનું અને નીચે જાેશભેર વહેતું પાણી અને એવી ચીજાેનો અનુભવ કર્યો. આ બધું જાેઈ બહાર આવ્યા ત્યાં સવાસાત થયેલા. મોલમાં ફર્યા.

દુબઈ મોલ ગયાં જ્યાં પ્રખ્યાત, સતત વહેતાં પાણીના ધોધ વચ્ચે નીચે ડાઇવ મારતા માણસોની પ્રતિકૃતિઓ હતી એ જાેયું. ધોધ દીવાલ પર ત્રણ માળ જેવો ઊંચેથી પડતો હતો અને દીવાલ ખાસ્સી પહોળી હતી.

માણસો કુદતા હોય તેવાં સ્ટેચ્યુ પણ હતાં. બીજાે પણ લીલી વનરાજી સાથે કૃત્રિમ ધોધ જાેયો.

એક આખી મોટી દીવાલ, લાંબી પરસાળ સાથે હતી જેની ઉપર ૫૦૦૦ ઉપર સ્ક્રીનો જાેડી ૨૦ કરોડ ઉપર મેગા પિક્સેલથી તેમના કહેવા મુજબ વિશ્વનો સહુથી મોટો ન્ઈડ્ઢ સ્ક્રીન જાેયો. તેના ઉપર લાઈવ સીસી ટીવીની ઈમેજાે, કલ્ચરલ શોર્ટ ફિલ્મો અને જાહેરાતો જાેઈ.

 આ બધું પતાવ્યું ત્યાં પોણા આઠ થવાને થોડી વાર હતી. મોલની બહાર મ્યુઝિકલ ફાઉંટેઈન સાડા સાતે ચાલુ થઈ દર અર્ધો કલાકનો શો હતો. એક શો પૂરો થાય કે ટોળું છૂટે તે દરમ્યાન વચ્ચે બોટિંગ પણ પૈસા લઈ કરાવતા હતા. દુબઈમાં ક્યાં ટિકિટ નથી? બધે જ ખિસ્સું ખાલી કરવું પડે.

અમે આગલો શો છુટતા જ ફુવારાની રેલીંગ પકડી સારી જગ્યાએ ઊભી ગયાં. આઠ વાગે મ્યુઝિકલ ફાઉન્ટનનો શો ચાલુ થયો. લાઈટો અને નૃત્ય મુદ્રાઓ કરતો ફુવારો દસ માળ જેટલે ઊંચે જતો હતો!

સામે હવે લાઈટોથી ચમકતો બુર્જ ખલીફા અદભૂત લાગતો હતો તેના ફોટા લીધા અને આજુબાજુનાં રોશનીમાં ઝગમગતાં ગગનચુંબી મકાનો જાેયાં.

નજીક મેટ્રો સ્ટેશન દુબઈ મોલ હતું પણ કોણ જાય? થાક્યાં હતાં.

અમારે જવાનું હતું બર દુબઈ. દુબઈમાં સમુદ્ર બે વિસ્તારો જુદા પાડે છે. બર દુબઈ એટલે પ્રમાણમાં નવો, ડાઉન રસું વિસ્તાર. દેરા એટલે જૂનું શહેર. બર દુબઈ જવા માટે બુર્જમાન નામનું મેટ્રો સ્ટેશન છે. એક શરાબ્દી નામનું સ્ટેશન પણ એક કિમીની અંદર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution