દુબઇ-
દુબઇમાં મહિલાઓના એક ગ્રૂપ કપડાં પહેર્યા વગર પેન્ટહાઉસની બાલકનીમાં સ્ટંટ કરવું મોંઘું પડી ગયું છે. આ મહિલાઓની સ્ટંટ કરવાના આરોપમાં ધરપકડ કરી લેવાઇ છે. આ મહિલાઓનો ન્યૂડ થઇ બાલકનીમાં સ્ટંટ કરવાનો વીડિયો ગયા સપ્તાહે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કહેવાય છે કે જ્યારે શહેરના મરીના વિસ્તારમાં આ મહિલાઓ બાલકનીમાં સ્ટંટ કરી રહી હતી એ સમયે નજીકની બિલ્ડિંગમાંથી કોઇએ આ વીડિયો બનાવી લીધો હતો.
આ ઘટનામાં અંદાજે ૧૨ મહિલાઓ સામેલ હતા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહ્યું કે મહિલાઓના આ ગ્રૂપનો વ્યવહાર ‘અસ્વીકાર્ય’ હતો અને આ સંયુકત અરબ અમીરાતના મૂલ્યો અને નૈતિકતાને દર્શાવતા નથી. દુબઇના કાયદા પ્રમાણે જે મહિલાઓની ધરપકડ કરાઇ છે તેમને ૬ મહિના સુધી જેલ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.
એટલું જ નહીં જાે કોઇ ન્યૂડ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરે છે તો તેને પણ કાયદાની જાળમાં ફસાવું પડી શકે છે. યુએઇના કાયદા મુજબ અશ્લીલ સામગ્રીને શેર કરવી દંડનીય ગુનો છે. દુબઇની પોલીસે નિવેદન રજૂ કરીને કહ્યું કે ધરપકડ કરાયેલ મહિલાઓની વિરૂદ્ધ ગુનાહિત કેસ નોંધાયો છે. આ મહિલાઓને અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી માટે જેલ મોકલી દેવાઇ છે. દુબઇ પોલીસે અન્ય લોકોને પણ આ અશોભનીય વ્યવહાર માટે ચેતવણી આપી દીધી છે. આ મહિલાઓની ધરપકડનો મામલો એવા સમયે આવ્યો છે જ્યારે દુબઇમાં જાહેરમાં કિસ કરવી અને દારૂ પીવો કોઇ વ્યક્તિને જેલ પહોંચાડી શકે છે. આપને જણાવી દઇએ કે દુબઇમાં શરિયા કાયદો લાગુ છે અને તેના મતે સાર્વજનિક રીતે અશ્લીલ વ્યવહાર દંડનીય ગુનો છે.