મુંબઇ
એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોત પછી આ મામલે ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે દરોડો પાડ્યો હતો. એનસીબીની જોડાયેલા સુત્રોઓ જણાવ્યું કે વર્સોવા સ્થિત કરિશ્માના ઘર પર દરોડા મારીને 1.7 ગ્રામ ચરસ અને ઓછામાં ઓછી બે બોટલ ભાંગની તેલ (CBD Oil) મેળવ્યું છે. કરિશ્મા પ્રકાશને એનસીબીએ આ પહેલા પણ સુશાંત સિંહ રાજપૂત મામલે એફઆઇઆરમાં પુછપરછ કરવામાં માટે બોલાવી હતી.
આ દરોડામાં એનસીબીના એક અધિકારીએ જણાવ્યું કે બોલિવૂડમાં ડ્રગ્સ નેટવર્કની તપાસમાં પકડાયેલા એક ડ્રગ્સ પેડલર્સે પુછપરછમાં કરિશ્મા પ્રકાશનું નામ લીધું હતું. આ આધાર પર જ મંગળવારે તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 1.7 ગ્રામ ચરસ અને ઓછામાં ઓછી બે બોટલ સીબીડી ઓઇલ મળ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે કરિશ્મા પ્રકાશ તેના ઘરે નહતી. અને તેના ઓળખીતાની હાજરીમાં આ તપાસ કરવામાં આવી. અધિકારીએ જાણકારી આપી કે ગુરુવારે કરિશ્મા પ્રકાશને આ મામલે પુછપરછ માટે બોલવવામાં આવી હતી. પણ તેનો ફોન સ્વિચ ઓફ આવે છે. એનસીબીને પણ નથી ખબર કે તે હવે ક્યાં છે.
અધિકારીઓ મુજબ કરિશ્મા પ્રકાશ એનડીપીએસ અધિનિયમ કલમનું ઉલ્લંધન કર્યું છે. તેવામાં એફઆઇઆરમાં તેમનું નામ દાખલ કરતા પહેલા તેમણે બચાવની તક આપવામાં આવી હતી. જો કે આ મામલે હજી સુધી દીપિકા પાદુકોણનું કોઇ પણ કનેક્શન નથી મળ્યું. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણને પણ એનસીબીની સામે થોડા સમય પહેલા રજૂ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દીપિકા અને કરિશ્મા વચ્ચેની WhatsApp ચેટ સામે આવી હતી. આ ચેટમાં, ડ્રગ્સ વિશેની વાતચીત કરાઇ હોવાની આક્ષેપ પણ મૂકાયા છે. તે સમયે, મીડિયા રિપોર્ટેસ મુજબ કરિશ્નાએ એનસીબી સામે આ ચેટની કબૂલાત કરી હતી, પરંતુ આ ચેટમાં ડ્રગ્સને બદલે એક અલગ પ્રકારનો સિગરેટનો ઉલ્લેખ કરાયો હતો.