મુંબઇ
ડ્રગ માફિયા અને બોલિવુડની વચ્ચે કથિત સંબંધોની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ઓસ્ટ્રેલિયન મૂળના આર્ટિટેક્ટ પૌલ બાર્ટલની ધરપકડ કરી છે. પૌલ બાર્ટલ પકડાયેલ ડ્રગ સપ્લાયર અગિસીઆલોસ ડેમેટ્રિયાદેસ અને અર્જુન રામપાલ નો નજીકનો મિત્ર છે.
NCB એ બુધવારે રાત્રે બાન્દ્રામાં પૌલ બાર્ટલના ઘર પર રેડ કરી હતી. તેમજ તેને સમન મોકલીને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો. અંદાજે 9 કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘર પર પણ છાપામીરી કરી હતી અને કેટલાક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ તેમજ પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી. તેના બાદ અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગ્રૈબિએલાને એનબીસીએ સમન મોકલાવ્યુ હતું.
પૌલ બાર્ટલની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે આજે અર્જુન રામપાલની ડ્રગ્સ મામલે પૂછપરછ માટે એનસીબીની સામે રજૂ કરવાના છે. એનસીબીના સૂત્રો અનુસાર, અર્જુન રામપાલ અને ધરપકડ કરવામાં આવેલ પૌલ બાર્ટલને આમને-સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે.
સમન બાદ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડ્રામેટ્રિએડ્સ એનસીબીની સામે રજૂ થઈ હતી. બે દિવસ સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનસીબીએ અર્જુન રામપાલના ડ્રાઈવરની પણ પૂછપરછ કરી હતી.