મુંબઇ
સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તપાસ કરી રહી છે. હવે આમાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા નામ સામે આવી રહ્યા છે. NCBની તપાસ દરમ્યાન મોટી હસ્તીઓ અને ફેમસ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનનું નામ પણ આ કેસમાં જોડાઈ ગયું છે. આ બાબતે શિલ્પાએ ખુલાસો કરતા જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ડ્રગનું સેવન કરવું સામાન્ય વાત છે. ડ્રગ્સ પાર્ટી જાહેરમાં થાય છે. ઇન્ડસ્ટ્રીમાં માહોલ અને સાથેના લોકોને કારણે ઘણા યંગ એક્ટર્સ પણ આ ગેરકાયદેસર કામનો ભાગ બની જાય છે.
મેનેજમેન્ટ કંપની ક્વાનની અમુક ચેટ સામે આવી છે જેમાં ઓપનલી ડ્રગ સપ્લાયની વાત કરવામાં આવી રહી છે. આ બાબતે શિલ્પાએ કહ્યું કે, 'જ્યારે મેનેજમેન્ટ કંપનીવાળા આર્ટિસ્ટને અપ્રોચ કરે છે તો આર્ટિસ્ટ ખુદ પૂછે છે કે તમે અમને કઈ સુવિધાઓ આપશો. આ દરેક વ્યક્તિની ડિમાન્ડ પર નિર્ભર કરે છે. જ્યારે કંપનીવાળા કોઈ આર્ટિસ્ટને ઇવેન્ટ માટે વિદેશ લઇ જાય છે તો તેમને જ બધું ધ્યાન રાખવાનું હોય છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણી મેનેજમેન્ટ કંપની છે જ્યાં ખુદ આર્ટિસ્ટ પૂછે છે કે તમે મોટા સ્ટાર્સને શું સ્પેશિયલ સર્વિસ આપી શકો છો.'