અમદાવાદ-
ગુજરાતમાં દારૂબંધીના કાયદાને લઈને કોંગ્રેસે સરકાર પર ફરી પ્રહાર કર્યાં છે. રાજ્યમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજ કરોડો રૂપિયાની કિંમતનો દારૂ રાજ્યમાં ઠલવાય છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે નર્મદા એસપીએ પત્ર લખેલો કે પોલીસ જ દારૂ નાં ખેપિયાઓ નું પાયલોટિંગ માં કરીને મદદ કરે છે છે જે ગંભીર બાબત છે. ભરૂચના ભાજપના સાસંદે પણ પત્ર લખીને ગુજરાતમાં પણ ખૂણે ખૂણે દારૂ મળે છે તેની ફરિયાદ કરી હતી. તે ઉપરાંત પાટણના ભાજપના સાંસદનો ઓડિયો પણ જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂ બેરોકટોક મળે છે.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજ કરોડોની કિંમતનો દારૂ રાજ્યમાં પકડાય છે. ખુદ ભાજપના નેતાઓ જ સરકારને દારૂના વેચાણની ફરિયાદ કરે છે. એક તરફ રાજ્ય સરકાર ઉજવણીઓ કરે છે અને બીજી બાજુ દારૂ બેરોકટોક મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે વિધાનસભામા આપેલા આંકડાઓ મુજબ ૨૦૦ કરોડ નો દારૂ પકડાયો છે.અસામાજિક તત્વોનો ચૂંટણી જીતવા અને સત્તા ટકાવવા ભાજપે દુરુપયોગ કર્યો એટલે અસામાજિક તત્વોને બેરોકટોક દારૂ વેચવાના પરવાના મળ્યાં છે. જાે સરકારમાં શરમ બચી હોય તો દારૂબંધીના કાયદાને કડક બનાવે.