શ્રીનગર
એક તરફ જ્યાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી છે. તો બીજી તરફ ખીણમાં એક પછી એક આતંકવાદીઓએ હુમલાઓ શરૂ કરી દીધા છે. અગાઉ જમ્મુના એરપોર્ટ પર ડ્રોન દ્વારા વિસ્ફોટકો પહોંચાડીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે બીજો ડ્રોન મોડી રાત્રે 3 વાગ્યે જોવા મળ્યો છે. અહેવાલ મુજબ આ ડ્રોન કાલુચક લશ્કરી સ્ટેશન નજીક જોવા મળ્યું છે. ત્યારબાદ સુરક્ષા જવાનોએ આ ડ્રોનની શોધ શરૂ કરી દીધી છે. ડ્રોન જોયા બાદ સેનાના જવાનોએ તેના પર 20 થઈ 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું જેથી તે અક્ષમ થઈ શકે. કાલુચક અને નજીકના સૈન્ય મથક પર સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ સૈન્ય સ્ટેશન આર્મી એરપોર્ટની નજીક છે. તેથી આતંકવાદીઓ જે રીતે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે તેનાથી સુરક્ષા જવાનોની ચિંતા વધી ગઈ છે.