ડભોઇ
ડભોઇ વેગા નજીક થી બોડેલી જવાના સ્ટેટ હાઇવે નંબર ૧૧ ઉપર આવેલ ટીંબી ક્રોસિંગ નજીક હાલ પડેલા વરસાદ ને પગલે એક ફૂટ ઊંડા ખાડા પડી જતાં રાહ પરથી પસાર થતાં વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તેનું પુરાણ કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ છે. ડભોઇ વેગા થી બોડેલી તરફ જતો સ્ટેટ હાઇવે નંબર ૧૧ જે છોટાઉદેપુર થઈ મધ્ય પ્રદેશ ને જોડે છે. હાલ આ માર્ગ ઉપર સંખ્યા બંધ વાહનો પસાર થતાં હોય છે. છેલ્લા કેટલાય સમય થી આ માર્ગ નું સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું ન હોય અને હાલ પડેલા વરસાદ ને પગલે આ માર્ગ પર આવેલ ટિંબી ક્રોસિંગ નજીક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જેના પગેલ રાહદારીઓ માં અકસ્માત નો ભય સેવાઇ રહ્યો છે. રાત્રી સમયે આ ખાડા દેખા ન દેતા સંખ્યા બંધ વાહનો આ ખાડાનો શિકાર બને છે.