સવારમા કિવિ સાથે પીવો આ એક વસ્તુ,નહી થાય આ બીમારીઓ

 ચોમાસાની ઋતુમા લોકોએ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ બીમારીઓના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડતી હોય છે. પોતાના સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવવા માટે લોકો બહારનુ જમવાનુ ટાળે છે. આ ઋતુમા ડેન્ગ્યુની બીમારી થવાની શક્યતા વધી જાય છે, તેથી જ દાકતર ચોમાસામા એક જ ફળ ખાવાની સલાહ આપેછે. આ ફળ એટલે કિવિ. તેમા પ્લેટલેટ્સ વધારવાના ભરપૂર ગુણ સમાવિષ્ટ હોય છે અને જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય તેની તેને ખૂબ જ જરૂર પડે છે, તેનુ જ્યુસ બનાવીને પીવાથી આપણા સ્વાસ્થ્યને અનેકવિધ લાભ પહોંચે છે.

જ્યુસ બનાવવાની વિધિ :

કિવિનુ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા એક કિવિ લઈને તેને પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેના ટુકડા કરી લો અને તેને જ્યુસરની જારમા નાખીને થોડુ પાણી ઉમેરી અને તેને ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ તેમા થોડું નમક ઉમેરો તો તૈયાર છે તમારુ કીવીનુ જ્યુસ. તો ચાલો જાણીએ આ જ્યુસના સેવનથી થતા લાભ વિશે.

લાભ :

ઇમ્યૂનિટિ સ્ટ્રોંગ બને :

જો આપણે કોઈપણ બીમારીથી બચવુ હોય તો તેના માટે આપણી ઈમ્યુનીટી સ્ટ્રોંગ હોવી આવશ્યક છે. આ જ્યુસ તમારા ઈમ્યુનીટી સેલ્સને બુસ્ટ કરી તેને સ્ટ્રોંગ બનાવે છે.

પાચનતંત્ર મજબૂત બને :

ચોમાસાની આ ઋતુમા લોકો મોટાભાગે પાચનતંત્રની સમસ્યાથી વધુ પડતા પીડાય છે. જો તમે આ જ્યુસનુ નિયમિત સેવન કરો તો તમારી પાચનક્રિયા મજબૂત બને અને તમને પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી મુક્તિ મળે.

આંખોનુ તેજ વધારે :

જો તમે આ જ્યુસનુ નિયમિત સેવન કરો છો તો તમારી આંખોનુ તેજ વધે છે અને તમને આંખો સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા ઉદ્ભવતી નથી.

અસ્થમાની સમસ્યા દૂર થાય :

અસ્થમાની સમસ્યાથી પીડાતા લોકો નિયમિત આ જ્યુસનુ સેવન કરે તો તેમણે ઘણી રાહત પહોંચી શકે છે. 



© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution