આજકાલ જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે અને સતત તેનું સંક્રમણ વધી રહ્યું છે એવામાં જરૂરી છે કે, આપણી ઈમ્યૂનિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને આ ચેપથી બચી શકાય છે. એવામાં જો તમે અહીં જણાવેલી સરળ રેસિપીથી સપ્તાહમાં બેવાર ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક પીવો અને તમારા પરિવારજનોને પણ પીવડાવો તો ખૂબ જ ફાયદો થઈ શકે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકાય છે. આનાથી બીમારીઓ અને ઈન્ફેક્શન થવાનો ખતરો પણ ઓછો રહે છે. તો ચાલો જાણી લો આ હેલ્ધી રેસિપી વિશે.
સામગ્રી
:
1 બીટ ,અડધુ ગાજર ,1 સફરજન ,અડધી ચમચી લીંબુનો રસ ,મીઠું સ્વાદાનુસાર ,1 કપ પાણી
રીત
:
સૌથી પહેલાં તો બીટ, ગાજર અને સફરજનને સરખી રીતે ધોઈને ઝીણું સમારી લો. પછી મિક્સર જાર લઈ તેમાં બીટ, ગાજર, સફરજન મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. પછી ફરી તેમાં પાણી નાખીને ગ્રાઈન્ડ કરી લો. હવે આ મિશ્રણને ચાયણીમાં ગાળી લો. તમે ગાળ્યા વિના પણ આનું સેવન કરી શકો છો. પછી છેલ્લે તેમાં લીંબુનો રસ, મીઠું અને આઈસ ક્યૂબ નાખીને પીવો. તમે સવારે બ્રેકફાસ્ટમાં અથવા સાંજે પણ આ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક પી શકો છો.
બીટના ફાયદા :
બીટમાં વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને ઈમ્યૂનિટી પણ વધે છે.