લોકસત્તા ડેસ્ક
જો તમે છાશની મજા ગરમીમાં સરળતાથી માણી શકો છો. એક ગ્લાસ છાશ એ ગરમીને દૂર કરવાને માટે પૂરતી છે.ટેસ્ટી છાશ જે તમને એક અલગ ટેસ્ટ આપે છે અને સાથે જ ગરમી સામે રક્ષણ પણ આપે છે. તેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો થઇ જાવ તૈયાર.
ફૂદીના છાશ
સામગ્રી
- ત્રણસો ગ્રામ પાણી
- એક કપ દહીં
- ફૂદીનાના તાજા પાન
- પા ચમચી સુધારેલું આદુ
- એક લીલું મરચું
- અડધી ચમચી જીરા પાવડર
રીત
પાણી અને દહીંને મિક્સ કરો અને તેને વલોવી લો. તેમાં ફૂદીનાના પાન સુધારીને મિક્સ કરો. તેમાં આદુ, મરચું અને જીરું મિક્સ કરો. તેને ગાળી લો અને 20 મિનિટ સુધી તેને ફ્રિઝમાં ઠંડુ થવા દો. આ છાશ તમે દિવસમાં એકવાર ગમે ત્યારે પી શકો છો.