રક્ષાબંધન માટે ડ્રેસિંગ-સ્ટાઈલઃ કુછ હટકે!

રક્ષાબંધન એ એક એવો તહેવાર છે જે ભાઈ-બહેનના પ્યાર અને બંધનના પ્રતીકરૂપે ભારતભરમાં ઉજવાય છે. આ તહેવારની વિશેષતા એ છે કે તેની પરિવાર સાથે ઉજવણી થાય છે અને તેની સાથે સાથે ભાઈબહેન સહિત પરિવારના બધા જ સભ્યોને શણગાર સજવાની મોજ પણ આવે છે. આજે આપણે જાણીશું કે પરંપરાગત અને લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે કઈ રીતે ડ્રેસિંગ કરી શકાય.

આજકાલ સાડીઓમાં પરંપરાગત રેશમ, બનારસી, કાંજીવરમ વગેરે સાથે લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે લાઈટવેટ જ્યોર્જેટ સાડી, પ્રિન્ટેડ સાડી, સીક્વિન્સ સાડીઓ અવનવી ડિઝાઇન્સ કલરમાં મળે છે.

રક્ષાબંધન માટેની સાડીઓ સાથે કોમ્બિનેશન માટે જુદા જુદા વિકલ્પો અજમાવી શકો છો.

પરંપરાગત સાડીઓમાં રેશમી સાડી સાથે પારંપારિક ઝુમખા પહેરીને લૂકને પરફેક્ટ બનાવી શકાશે. જડતરની જ્વેલરી સાથે રેશમી સાડી ખૂબ જ શોભશે. બનારસી સાડી સાથે માંગટીકા પહેરી લૂક કંપ્લીટ કરો. કાઠિયાવાડી કાપડા સ્ટાઇલ તેમજ કાઠિયાવાડી ભરતકામ, આભલાવાળો લેટેસ્ટ ડિઝાઇનવાળો બ્લાઉઝ પહેરીને શોભા વધારો.

કાંજીવરમ સાડી સાથે ટેમ્પલ જ્વેલરીના હાર અને કાનની બુટ્ટી સાથે લૂક પરિપૂર્ણ થઈ શકે છે. સાડીને અલગ રીતે પહેરીને સ્ટાઇલિશ લૂક મેળવો. લેટેસ્ટ ટ્રેન્ડ લાઈટવેટ જ્યોર્જેટ સાડી સાથે ચોકર નેક્લેસ સાથે સિમ્પલ અને એલેગન્ટ લૂક મેળવો.

ટ્રેન્ડી બ્લાઉઝ સાથે ઓફ-શોલ્ડર અથવા બોટ-નેક બ્લાઉઝ સાથે સેટ કરશો તો પણ સુંદર લુક આવશે. પ્રિન્ટેડ સાડી સાથે ઓક્સિડાઇઝ જ્વેલરી પહેરી ઓક્સિડાઇઝ કાનના ટોપ્સ અને હાર સાથે લૂક તૈયાર કરો. કેઝ્‌યુઅલ બ્લાઉઝ અને કોમ્ફર્ટેબલ બ્લાઉઝ પસંદ કરો. સીક્વિન્સ સાડી સાથે સ્ટેટમેન્ટ એક્સેસરીઝ પસંદ કરીએ તો સાથે સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ અને બ્રેસલેટ્‌સ પહેરી ગ્લેમરસ લૂક મેળવી શકાશે.

ક્રોપ ટોપ બ્લાઉઝ સાથે સ્કર્ટ પેર-અપ કરી શકાય. ક્રોપ ટોપ શૈલીના બ્લાઉઝ સાથે સાડી અથવા દુપટ્ટાને પહેરીને પણ યુનિક લૂક મેળવી શકાય આ કોમ્બિનેશન તમારી રક્ષાબંધનની ઉજવણીને વધુ સુંદર અને યાદગાર બનાવશે.

રક્ષાબંધનના તહેવારે ચુડીદાર અને અનારકલી સાથે કયુ કોમ્બિનેશન કરવું જાેઈએ તે પણ સમજીએ. પરંપરાગત હેવી વર્ક ચુડીદાર, અનારકલી ડ્રેસ લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે કેપ સ્ટાઈલ અનારકલી, લેયર્ડ ચુડીદારનો વિકલ્પ ખૂબ સુંદર લાગે છે. સાથે જ પરંપરાગત ડ્રેસમાં હેવી વર્ક ચુડીદાર હેવી દુપટ્ટા સાથે કઢાઈવાળી અથવા મીરર વર્ક દુપટ્ટા સાથે મેચ કરો. કુંદન જ્વેલરી ઓલટાઈમ ફેવરિટ હોય છે. કુંદન નેકલેસ અને ઝુમખા તેમજ વીંટી સાથે દેખાવ પરિપૂર્ણ કરી શકાય.

હેવી વર્ક અનારકલી સાથે માંગટીકા પહેરી રોયલ લૂક મેળવો. બંધગળા સાથે ટેમ્પલ જ્વેલરી અથવા કુંદન જ્વેલરી પહેરીને લૂકને સંપુર્ણ કરો. લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે કેપ સ્ટાઈલ અનારકલી સાથે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, ડાંગલર્સ અથવા ચાંદબાલીસ સાથે દેખાવ પૂર્ણ કરો. સ્લીક હેરસ્ટાઇલ સ્લીક પોનિટેલ અથવા ફિશટેલ બ્રેઇડ સાથે મોડર્ન ટચ આપો.

લેયર્ડ ચુડીદાર સાથે ટેસલ લગાવેલા દુપટ્ટા મેચ કરી શકો, તેમજ ફ્રિલ્સવાળા દુપટ્ટા અથવા સ્ટોલ પસંદ કરો તેમજ આવા કોમ્બિનેશન સાથે ટ્રેન્ડી બ્લાઉઝ ક્રોપ ટોપ અથવા પેપલમ સ્ટાઇલ બ્લાઉઝ પણ મેચ કરી શકો.

રક્ષાબંધન માટે ચણીયાચોળી સાથેના કોમ્બિનેશન માટે નીચેના વિકલ્પો અજમાવી શકો. પરંપરાગત ડ્રેસ હેવી એમ્બ્રોઇડરી ચણીયાચોળી સાથે કુંદન જ્વેલરી કુંદન નેકલેસ માંગટીકા અને મોટી તેમજ નાની ઇયરિંગ્સ સાથે લૂકને પરિપૂર્ણ કરો. કોઈ પણ પ્લેન ચણીયા સાથે બાંધણીના દુપટ્ટાને મેચ કરી લૂકને વધુ શોભાવશે.મોતીની જ્વેલરી મેચ કરી શકો.

બનારસી લેહેંગા સાથે પોલકી જ્વેલરીમાં હાર અને ઝુમકા સાથે પરિપૂર્ણ કરો.બ્રોડ બોર્ડર દુપટ્ટા બોર્ડરવાળો દુપટ્ટા અને હેવી એમ્બ્રોઇડરી સાથે મેચ કરો.

લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ક્રોપ ટોપ સાથે લેહેંગા સાથે સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ, ડાંગ્લર્સ અથવા ચાંદબાલી સાથે લૂકને એન્હાન્સ કરો. મિનિમલ નેકલેસ અથવા ચોકર સાથે સ્ટાઈલ કરો.

ફ્લોરલ પ્રિન્ટ લેહેંગા સાથે ઓક્સિડાઇઝ જ્વેલરી ઓક્સિડાઇઝ ઈયરિંગ્સ અને બેંગલ્સ સાથે લૂક પરિપૂર્ણ કરો. સ્લીવલેસ ડ્રેસ સાથે સિમ્પલ દુપટ્ટા તેમજ લાઇટ વેઇટ, ડિજિટલ પ્રિન્ટ દુપટ્ટા સાથે એક સુંદર લૂક મેળવો.

 એકદમ લાઈટ મેકઅપ સાથે ઓપન હેર સ્ટાઈલ કરી શકો.

આવા કોમ્બિનેશન તમને રક્ષાબંધન પર એક શાનદાર અને સુંદર લૂક આપશે. આ રીતે તમે રક્ષાબંધન પર સ્ટાઇલિશ અને સંસ્કારી લૂક તૈયાર કરી શકો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution