ભરૂચ
ભરૂચ જીલ્લાના અસામાજિક તત્વો વિરૂધ્ધમાં સખ્ત કાર્યવાહી કરવાના આશયથી મદદનિશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ એ.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેકટર દહેજ પો.સ્ટે. દ્વારા લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ (ભુરા) ઉ.વ.૩૯ રહે, ૧૮૮, મીસ્ટર ફળીયુ, દહેગામ, તા,જી. ભરૂચ કે જે સામાજીક રીતે લોકોને નુકશાન પહોંચાડી શકે તે અર્થે લુકમાનની તડીપાર દરખાસ્ત
તૈયાર કરી હતી.
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ભરૂચનાઓ તરફ મોકલી આપતા ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ભરૂચ જીલ્લાની હદમાંથી તડીપાર કરવા હુકમ કરેલ છે. લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ (ભુરા) ઉ.વ.૩૯ રહે, ૧૮૮, મીસ્ટર ફળીયુ, દહેગામ, તા.જી. ભરૂચને ડીટેઇન કરી રાંદેર પો.સ્ટે. સુરત શહેરની હદમાં મોકલી આપેલ છે. આવા અસામાજિક તત્વો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે દહેજ પોલીસ કટીબધ્ધ હોય તેમ જણાવ્યું હતું. આવનાર સમયે બુટલેગરો અને દારૂ જુગારના અડ્ડા ચલાવનાર અસામાજિક તત્વો ઉપર જિલ્લા પોલીસ લગામ લગાવે તો
નવાઈ નહિ.