ગાંધીધામ-
ગાંધીધામમાં માતા પુત્રીની હીચકારી હત્યા નિપજાવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવતા ચકચાર મચી હતી. મૃતક મહિલા સમજુતી કરારથી આરોપી શખસ સાથે 9 વર્ષે જેટલા સમયથી ગળપાદર જેલ પાછળ આવેલા ઝુંપડા વિસ્તારમાં રહેતી હતી. આરોપીએ કિડાણાના જંગલમાંથી કાંચબા પકડવા જવાનું બહાનું કરીને ત્યાં લઈ જઈ બનાવને અંજામ આપ્યો હતો. હજી સુધી મૃતદેહો મળ્યા નથી, પરંતુ લાકડા વડે માર મારીને આરોપીએ તેને ગટરમાં નાખી દીધા હોવાની ફરિયાદ મોટી પુત્રીએ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. તો મોડી રાત સુધી મૃતદેહોની શોધમાં પોલીસ કિડાણા આસપાસની ઝાડીઓમાં પેટ્રોલીંગ કરતી રહી હતી.
ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે સરોજ ઉર્ફે રેશ્મા સંજયસીંગ ઓજલા જાટે તેના પાલક પિતા સંજયસીંગ દર્શનસીગ ઓજલા જાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તે આરોપી પાલક પિતા, માતા રજીયા હાલનું નામ સીમરન અને બહેન સોનીયા સાથે ગાંધીધામના કૈલાશ સોસાયટીમાં, ગળપાદર જેલ પાછળના ઝુપડા વિસ્તારમાં રહે છે. તેઓ પહેલા બીકાનેર રહેતા હતા, જ્યાં તેની માતા સીમરનના ગફુરાબ્દુલ સાથે લગ્ન થયા હતા અને તેના થકી ત્રણ પુત્રી અને એક પુત્ર છે.
પરંતુ પિતા સાથે માતા સાથે પિતાનું બનતું ના હોવાથી બાજુમાં રહેતા સંજયસીંગ રહેતો હતો, જેની સાથે માતા સીમરનને સબંધ થતા બાળકો અને માતા ૨૦૦૮માં ગાંધીધામ રહેવા આવી ગયા હતા. આરોપી સંજયસીંગ કડીયા અને પ્લબરનું કામ કરે છે. પુત્રીએ ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે પાલક પિતા અને તેની માતા વચ્ચે અવાર નવાર ખાવા પીવાની બાબતે તો ક્યારેક પહેરવા ઓઢવાની બાબતે ઝગડા થતા રહેતા હતા, અને આરોપી પિતા ત્રણેયની જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.