હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ શનિ દેવતાનો માનવામાં આવે છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. ભગવાન શનિને ત્રણ લોકના ન્યાયાધીશ કહેવામાં આવે છે અને શનિ ભગવાન મનુષ્યની નાભીમાં વિરાજમાન રહે છે. શનિ દેવતા માણસોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. જો કોઈના પર શનિનો ખરાબ પ્રભાવ પડી જાય છે તો તેણે ઘણી મુસીબતો વેઠવી પડે છે. માટે હંમેશા ધ્યાન રાખો કે શનિવારના દિવસે તમે કોઈ એવું કામ ન કરો જેનાથી તમારી પરેશાનીનો સામનો કરવો પડે.
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શનિવારના દિવસે મોતી કે તેનાથી બનેલા આભૂષણો ન તો કોઈને ઉપહારમાં આપો અને ન તો કોઈને દાન કરો. શનિવારદના દિવસે ઈમરતી કે કોઈ ઑરેન્જ કલરની વસ્તુનું પણ દાન ન કરો. જો તમે ભૂલથી પણ આવું કરશો તો શનિવ ભગવાન તમારા પર ગુસ્સે થઈ શકે છે.
કાતર
ધ્યાન રાખો કે શનિવારના દિવસે પોતાના કોઈ ખાસ કે કોઈ સંબંધીને કાતર બિલ્કુલ પણ ન આપો. એવું કરવાથી તમારા અને તેમના વચ્ચે તણાવ થઈ શકે છે કે પછી તમારા ઘરમાં લડાઈ થવાની સંભાવના થઈ શકે છે.
ચાંદી
શનિવારના દિવસે ચાંદીથી બનેલા આભૂષણો કે ચાંદીનું દાન બિલ્કુલ ન કરો. જો તમે એવું કરો છો તો તમારા ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.
ચમેલીનું અત્તર
ચમેલીના ફુલથી બનેલુ અત્તર શનિવારના દિવસે ભૂલથી પણ દાન ન કરો. આવું કરવાથી શનિદેવ નારાજ થઈ શકે છે. જેના કારણે દાન કરનારા વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.
તાંબાનું વાસણ
તાંબાના વાસણનું શનિવારના દિવસે દાન કરવાથી વેપારમાં નુકસાન થઈ શકે છે. માટે શનિવારના દિવસે તાંબાતી બનેલી કોઈ પણ વસ્તુને ભેટમાં આપવી તમારા માટે ભારે પડી શકે છે.
સફેદ કપડું
શનિવારના દિવસે સફેદ કપડા બિલ્કુલ દાન ન કરવા જોીએ. જો તમે એવું કરો છો તો તમારા પરિવારમાં અશાંતિ અને વિવાદ થઈ શકે છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને તેમજ કેટલીક કથિત ધાર્મિક માન્યતાઓના આધારે શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી નથી આપતા.