ભૂલ કબૂલ કરવામાં નાનમ ન રાખવી

લેખકઃ અસ્મિતા માવાપુરી | 

ઈ.સ. ૧૮૬૯ની બીજી ઓકટોબરે પોરબંદરમાં કરમચંદ ગાંધીના ઘરે દીકરાનો જન્મ થયો હતો. જેનું નામ મોહનદાસ રાખવામાં આવ્યું હતું. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. મોહનદાસ ત્રણેય ભાઈઓમાં સૌથી નાના હતાં. તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી મેટ્રિક પાસ કર્યું હતું. પછી તેમને પ્રથમ સત્ર સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો અને ૧૮૮૮ માં તેઓ લંડન ગયાં. અને ત્યાં ત્રણ વર્ષ સુધી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અને વકીલ બની ભારત આવ્યાં હતાં.

તેમને ‘શ્રવણની પિતૃભક્તિ’ નામનું પુસ્તક ખૂબ જ પ્રિય હતું. તેથી તેમણે તે પુસ્તક વારંવાર વાચ્યું હતું. આ પુસ્તકની તેમના મન પર ખૂબ જ ગાઢ અસર થઈ હતી. તેથી તેમણે આજીવન સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યો હતો.

તેમણે ઘણા સત્યાગ્રહો તેમજ અહિંસક આંદોલનો કર્યા હતાં. તેમનું તો વ્યક્તિત્વ જ અનોખું હતું. ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં તેમના વ્યક્તિત્વની છાપ ઉપસી હતી. તેમના દ્વારા લખાયેલ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો’ જે વિશ્વની ઉત્તમ આત્મકથા તરીકે જાણિતી છે. તેને એક આદર્શ આત્મકથા તરીકે ગણવામાં આવે છે.

તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી જેમણે લોકો પ્રેમથી 'બાપુ’ કહેતાં હતાં. અને કેટલાક તો 'ગાંધીજી’ના નામથી પણ તેમણે જાણે છે. આમ તો એમના વિશે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી બધા જ જાણે છે. પરંતુ એમના બાળપણનો એક પ્રસંગ ભાગ્યે જ કોઈકને ખબર હશે.

તેઓ જ્યારે બાર વર્ષની ઉંમરના હતાં ત્યારે તેમણે પોતાના ભાઈના કડામાંથી થોડું સોનું કાપીને વંેચી નાખ્યું હતું. આ ચોરી તેમણે અને તેમના વચ્ચેના ભાઈએ સાથે મળીને પોતાનું દેવું ચૂકવવા માટે કરી હતી. પરંતુ ચોરી કર્યા પછી તેમના મનમાં અફસોસ થવા માંડ્યો હતો. એટલે પોતાનો પસ્તાવો વ્યક્ત કરવા માટે તેમણે એ ચોરી વિશેની બધી જ વાત વિસ્તારપૂર્વક એક ચિઠ્ઠીમાં લખીને પિતાજીને આપી હતી. અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

પિતા કરમચંદ પથારીમાં બેઠાં બેઠાં ચિઠ્ઠી વાંચી રહ્યાં હતાં. ત્યારે મોહનદાસ ત્યાં સામે ચૂપચાપ ઉભા હતાં. આમ તો તેમના પિતા ખૂબ જ કડક સ્વભાવના હતા એટલે તેમને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તેમણે લાગતું હતું કે પોતાની સચ્ચાઈ જાણીને પિતા જરૂર તેમણે સજા આપશે. પરંતુ આ વખતે કંઇક અલગ જ બન્યું, દીકરાની સચ્ચાઈ જાણી પિતા ગદગદ થઇ ગયા હતા. તેમની આંખોમાં આંસુથી છલકાઈ ઉઠી હતી. તેમણે ખુશ થઈને મોહનદાસને માફ કર્યા હતાં. અને બાળકને શિક્ષા પણ નહોતી કરી હતી. પિતાના આંસુ જાેઈ મોહનદાસ દ્રવી ગયાં હતાં. અને ત્યારથી જ તેમન સત્ય અને અહિંસાનો પાઠ શીખવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution