લોકસત્તા ડેસ્ક
સતત ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઇ પણ આવે છે. આ નબળાઇ ગાજરના સેવનથી દૂર થાય છે જેના કારણે રોગ પણ તમારાથી દૂર રહે છે. જાણો, ગાજરનો જ્યુસ પીવાથી કયા ફાયદા થઇ શકે છે.
આંખો માટે ખૂબ જ ફાયદાકારક
ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસ કરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
બીટા કેરોટીન ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ
ગાજરના જ્યુસમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. એક અભ્યાસ અનુસાર, બીટા કેરોટીન ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ ગ્લૂટાથિયોન મેટાબૉલિઝ્મમાં સુધારો કરે છે.
દરરોજ 1 ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી સ્કિનમાં નિખાર
ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-A મળી આવે છે. દરરોજ 1 ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી સ્કિનમાં નિખાર આવે છે.
પ્રેગ્નેન્સીમાં પણ ફાયદાકારક
ગાજરના જ્યુસનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. તેમાં મળી આવતો એન્ટી કેન્સર ગુણ તેનાથી બચાવી રાખે છે. આ સાથે જ તે પ્રેગ્નેન્સીમાં પણ ફાયદાકારક હોય છે. આ સાથે ગાજરનો જ્યુસ પીવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે.
હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે
ગાજરના જ્યુસનું સેવન હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ તેને પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.