વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રામ મંદિર માટે ૧ કરોડ ૧ લાખનું દાન

વડતાલ, રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી વડતાલ વાસી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ૧ કરોડ ૧ લાખનું દાન સેવાર્થ કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યું છે. વડતાલવાસી સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ, જુનાગઢ, ગઢડા અને સાળંગપુર મંદિર દ્વારા સંયુક્ત રીતે દાન આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નોતમ સ્વામી, આત્માનંદ સરસ્વતી, પાળીયાદ વીહળાનાથ જગ્યાના ભયલુભાઈ, આરએસએસ ના ડો. જયંતિભાઈ સહિત ગઢડા, જુનાગઢ, વડતાલ, સાળંગપુર સહિત તમામ વડતાલ વાસી સંપ્રદાયના સંતો મહંતો આ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા હતા.

શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશ સ્વામી (અથાણાં વાળા) અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીના નેતૃત્વમાં સાળંગપુર ખાતેથી વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ૧ કરોડ ૧ લાખનું માતબર સેવાર્થે દાન આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશ સ્વામી અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીના નેતૃત્વમાં આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી વિશેષ સભા રાખવામાં આવી હતી જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નોતમ સ્વામી, આત્માનંદ સરસ્વતી મહારાજ, પાળીયાદ જગ્યાના ભયલુભાઈ, આરએસએસના ડો. જયંતીભાઈ, ચેતનભાઈ રામાણી સહિતના અનેક ધામના સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત આગેવાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડતાલ વાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ, સાળંગપુર અને ગઢડા તેમજ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંયુક્ત ઉપક્રમે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ૧ કરોડ ૧ લાખનું માતબર રકમનું સેવાર્થે દાન કરવામાં આવ્યું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution