ડોનાલ્ડ ટ્રમ્પનું ટિ્‌વટર પર કમબેક મુશ્કેલ, એકાઉન્ટ પર બેન કાયમી યથાવત્‌ રહેશે

વોશ્ગિટંન-

માઇક્રોબ્લોગિંગ સાઈટ ટિ્‌વટરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલને લઈને મહત્વની જાહેરાત કરી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પનું ટિ્‌વટર પર કમબેક કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. ટિ્‌વટરે જમાવ્યું છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર મૂકાયેલો પ્રતિબંધ કોઈ કાળે હટાવી શકે તેમ નથી. ટિ્‌વટરના સીએફઓ નેડ સેગલના મતે જાે ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તો પણ તેમના એકાઉન્ટ ઉપર લગાવાયેલો પ્રતિબંધ હટશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર હાલ હંગામી પ્રતિબંધ લાગુ કરોય છે. સેગલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત જણાવી હતી.

ટિ્‌વટરના સીએફઓ મતે જ્યારે કોઈને પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવે છે તો તેમને સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવે છે. પછી તે પૂર્વ નેતા હોય કે વર્તમાન મોટા નેતા હોય. અમે પારદર્શકતામાં વિશ્વાસ ધરાવીએ છીએ અને અમને લાગે છે કે આ સારી બાબત છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના કેપિટલ હિલમાં થયેલી હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના ટિ્‌વટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાયમી પ્રતિબંધ લગાવાયો છે. ત્યારબાદ તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર જાેવા મળ્યા હતા. તેમણે ગેબ પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી તેમણે એક પોસ્ટ પણ મુકી હતી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution