ડોનાલ્ડ ટ્રંપએ ટિકટોક વિરુધ્ધ ફેસબુક-ઇન્સટાગ્રામ પર કેમ્પેઇન શરુ કર્યુ

ન્યુયોર્ક-

અમેરિકા ટૂંક સમયમાં જ ટિકટોક પ્રતિબંધ પર અંતિમ નિર્ણય લઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વિરુદ્ધ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની આ એપ અમેરિકન નાગરિકોની જાસુસી કરી રહી છે. થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ વિશે વિચાર કરવાની વાત કહી હતી.

ભારતે ગયા મહિને જ ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકન એનએસએ રોબર્ટ ઓ'બ્રાયન અને વિદેશ મંત્રીએ ભારતના કડક પગલાંના વખાણ કર્યા હતા.

ન્યૂયોર્ક ટાઇમ્સના પત્રકાર ટેલર લોરેન્ઝે સૌથી પહેલા ટ્રમ્પના ટિકટોક વિરોધી અભિયાન વિશેની માહિતી તેના ટિ્‌વટર હેન્ડલ પર શેર કરી હતી. ઝુંબેશની ટેગલાઇન છે - ટિકટોક તમારી જાસૂસી કરે છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે અમેરિકન નાગરિકોને પ્રાઈવસી એટલે કે ગોપનીયતાનો અધિકાર છે.

જ્યારે યુઝર્સ આ જાહેરાત સાથેની એક લિંક પર જાય છે, ત્યારે તેને ત્યાં એક સર્વે પણ કરવામાં આવે છે. તેમાં પુછાય છે- શું તમને લાગે છે કે ટ્રમ્પે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવો જાેઈએ? આ સવાલ સાથે યુઝર્સને ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે દાન આપવાની વિનંતી પણ કરવામાં આવી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution