લોકસત્તા ડેસ્ક
શિયાળામાં સામાન્ય રીતે અનેક લોકોના વાળ સૂકા એટલે કે ડ્રાય થઇ જતા હોય છે. શિયાળામાં વાળ પોતાની ચમક ખોઇ દેતા હોય છે અને વાળ સૂકા અને ભૂખરા બની જતા હોય છે. જો કે આમાં લોકોની ખાનપાનની પ્રકૃતિ અને ઉંમર તથા હોરમોન્સ જેવા કારણો પણ જવાબદાર હોઇ શકે છે. પણ જો તમે તમારા વાળનું સારી રીતે જતન કરવા ઇચ્છતા હોવ અને આ શિયાળામાં પણ સિલ્કી અને સ્મૂધ વાળ ઘરેલુ ઉપચારથી મેળવવા ઇચ્છતા હોવ તો નીચેની કેટલીક ટિપ્સ તમારા કામમાં આવી શકે છે.
ઇંડું અને દહીં- વાળની લંબાઇ મુજબ સપ્તાહમાં એક વાર એક કે બે ઇંડુ અને તેમાં 1 કપ દહીં મિક્સ કરીને માથુ ધોતા પહેલા આ હેર પેક વાળમાં ઉપરથી નીચે સુધી સારી રીતે લગાવો. પછી એક ટુવાલને ગરમ પાણીમાં મૂકી નીચોવી લો. અને આ હોટ ટુવાલને આ હેરપેક પર બાંધી 30 મિનિટ સુધી આ હેરપેક માંથીમાં રહેવા દો. તે પછી વાળને શેમ્પુ કરી લો. તો વાળની ચમક તેવી જ રહેશે.
કેળું- આ સિવાય તમારા વાળ બહુ ડ્રાય રહેતા હોય તો શિયાળામાં 3 જેટલા કેળાને ક્રશ કરીને તેમાં 5 ચમચી મધ નાંખો અને આ હેર પેકને વાળમાં 25 મિનિટ સુધી રાખો અને પછી વાળને શેમ્પુ કરી લો.
આ સિવાય સપ્તાહમાં એક વાર એલોવેરા અને નારિયેળ તેલની વાળની માલિશ કરો. આ માટે એેલોવેરાનું પાઠું કાપી તેમાં 5 ચમચી તેલી નાંખી ગરમ કરી લો. પછી આ એલોવેરા નીકાળી. આ તેલથી વાળની માલિશ કરો. આ ઉપરાંત શિયાળામાં એરડિયું, નારિયેળ તેલ અને કોકો બટરને સમાન માત્રામાં નવસેકું કરીને તેનાથી તેલની માલિશ માથા પર કરો. એક દિવસ રાખ્યા પછી વાળ ધોઇ લો.
આમ કરવાથી પણ વાળ અંદરથી મુજબ થશે. અને શેમ્પુ પછી પણ વાળ ચમકીલો અને સોફ્ટ બનશે. સાથે માથુ શેમ્પુ કર્યા પછી એલોવેરા અને ચાનું પાણીનું મિશ્રણથી વાળ સાફ કરો. આમ કરવાથી પણ વાળની ચમક રહેશે.