મોત, મૃત્યુ, મરણ, નિધન, અવસાન કે, દેહાંત... શબ્દો ભલે અલગ-અલગ હોય પણ પરિણામ તો એક જ છે જીવનનો અંત..!! જેનો જન્મ થયો છે એનું નિધન નિશ્ચિત છે. મૃત્યુ એ પરમ સત્ય છે. આજે મૃત્યુ વિષે લખવાની પ્રેરણા અમને સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ આપી છે.
તમને જાણીને આશ્ચર્ય થશે પણ સયાજી હોસ્પિટલના પટાંગણમાં આજે કેટલાક ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતંુ. આ એ જ ડોક્ટરો હતા, જેમણે થોડા દિવસ પહેલા અંકલેશ્વરની દુષ્કર્મ પીડિતાની સારવાર કરી હતી. આ એ જ ડોક્ટરો હતા, જેમણે રાત દિવસ મહેનત કરીને પીડિતાને બચાવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા, પણ અફસોસ,
એ ડોક્ટરો પીડિતાનો જીવ બચાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. શું ડોક્ટરે કરેલાં પ્રયત્નો તેમની ફરજ નોહતી?
આઘાતજનક વાત એ હતી કે, ડોક્ટરોની એ નિષ્ફળતાનું આજે જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તમને જાણીને આંચકો લાગશે પણ કુમળી બાળકીનો જીવ નહીં બચાવી શકવાની નિષ્ફળતા બાદ પણ યોજાયેલા સન્માન સમારોહમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વર ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથેસાથે બાળકીની જિંદગી નહીં બચાવી શકનારા પીડિયાટ્રિક વોર્ડના વડા ડો. ઓમપ્રકાશ શુક્લા પણ ગર્વથી હાજર રહ્યા હતા. એનેસ્થેશિયા વિભાગના વડા ડો. શ્વેતા અને ફોરેન્સિક મેડિસીનના ડો. સુનિલ ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ એક એવો સન્માન સમારોહ હતો, જેનાં વિષે જાણીને હચમચી જવાય. એક એવો સન્માન સમારોહ જેના વિષે જાણીને આંખના ખૂણા ભરાઈ જાય. એક એવો સન્માન સમારોહ જેને ઉજવવાની પ્રેરણા કેવી રીતે મળે? તે સમજવા માટે નિષ્ઠુરતાની તમામ હદો વટાવવી પડે. એક એવો સન્માન સમારોહ, જેના આયોજનની પાછળ આત્મશ્લાઘા જેવી બીજી કઈ વિકૃતિ કામ કરે છે? તે જાણવા માટે માનવતાને નેવે મૂકી દેવી પડે.
ખેર, જાણીતા શાયર જલન માતરીએ લખ્યું છે, મૃત્યુની ઠેંસ વાગશે તો શું થશે ‘જલન’? જીવનની ઠેંસની તો હજુ કળ વળી નથી..!! અંકલેશ્વરની દુષ્કર્મ પીડિતાના મૃત્યુ પછી પણ એકબીજાનું સન્માન કરનારા એ ડોક્ટરોને ઈશ્વર...