લોકસત્તા ડેસ્ક
આજે ઘણા લોકો વધતા વજનને લઈને વધુ પરેશાન છે. જાડિયાપણુ લોકો માટે સૌથી વધુ માથાનો દુખાવો હોય છે. આ માટે લોકો હવે પહેલાથી વધુ ફિટનેસ પર ધ્યાન આપે છે. લોકો વજન ઘટાડવા માટે ફ્રુટનું સેવન કરતા હોય છે. પરંતુ ફ્રૂટનું સેવન કરવાથી વજન ઘટવાની બદલે વજનમાં વધારો કરશે. આવો જાણીએ ક્યાં ફળ છે જેને વજન ઘટાડવા દરમિયાન ના ખાવા જોઈએ. વજન ઘટાડવા માટે સૌથી પહેલા એ ફ્રુટનું સેવન ના કરવું જોઈએ જેમાં કેલેરીની માત્રા વધુ હોય છે.
કેળા ના ખાવા જોઈએ
જો કોઈ પોતાનું શરીર બનાવવા માંગે છે. તો તેણે કેળાને તેના આહારમાં સામેલ કરવું જોઈએ. તેમાં ફાઇબર, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડન્ટ વધુ હોય છે. તે માત્ર ઇમ્યુનીટીને બુસ્ટ જ નથી કરતા પરંતુ પાચનતંત્રને મજબૂત પણ બનાવે છે. પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય તો કેળા બિલકુલ ન ખાઓ. કેળામાં ખાંડની માત્રા ખૂબ હોય છે. આ સ્થિતીમાં કેળાનું સેવન વજન વધારી શકે છે.
કેરી
ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ કેરીનું સેવન વજન વધારી શકે છે. આ કારણ છે કે સામાન્ય સાઈઝ કેરીમાં ખાંડ ખૂબ હોય છે. આ સ્થિતિમાં જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો કેરીનું સેવન બિલકુલ ના કરો.
દ્રાક્ષ
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો દ્રાક્ષ નું સેવન ના કરવું જોઈએ. દ્રાક્ષનું સેવન કરવાથી તમારું વજન પણ વધી શકે છે. જો તમે એક કપ દ્રાક્ષ ખાશો, તો તેમાં લગભગ 67 ગ્રામ કેલરી હોય છે. જે તમારા મોટાપાનું કારણ બની શકે છે.